SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૮ ) वास्तुसारे નવમાંશ મિથુનના નવમાંશની માફક, વૃશ્ચિક અને મીન રાશિના નવમાંશ કર્ક રાશિના નવમાંશની માફક જાણવા. ચરરાશિઓમાં પ્રથમ નવમાંશ વર્ગોત્તમ, સ્થિર રાશિઓમાં પાંચમો નવમાંશ વર્ગોત્તમ અને દ્વિસ્વભાવ રાશિઓમાં નવમો નવમાંશ વર્ગોત્તમ છે. અર્થાત્ દરેક રાશિઓમાં પોતપોતાનો નવમાંશ વર્ગોત્તમ છે ૭૭ના प्रतिष्ठा विवाह आदिमां नवमांशनुं प्रधानपणुं बतावे छे लग्ने शुभेऽपि यद्यशः क्रूरः स्यान्नेष्टसिद्धिदः । लग्ने क्रूरेऽपि सौम्यांशः शुभदोंऽशो बली यतः [[૬૮]] લગ્ન શુભ હોય પણ નવમાંશ અશુભ હોય તો ઇષ્ટસિદ્ધિ થતી નથી અને લગ્ન અશુભ હોય પણ નવમાંશ શુભ હોય તો ઇષ્ટસિદ્ધિ થાય છે. કારણ કે નવમાંશ બળવાન છે. અશુભ અંશમાં રહેલા શુભ ગ્રહ પણ અશુભ ફળ આપે છે. અને શુભ અંશમાં રહેલા અશુભ ગ્રહ શુભ ફળ આપે છે; તે માટે નવમાંશની શુદ્ધિ અવશ્ય જોવી જોઈએ ૭૮૫ प्रतिष्ठाना शुभाशुभ नवमांश - अंशास्तु मिथुनः कन्या धन्वाद्यार्ध च शोभनाः । प्रतिष्ठायां वृषः सिंहो वणिग् मीनश्च मध्यमः ||૬|| પ્રતિષ્ઠાના કાર્યમાં મિથુન, કન્યા અને ધનનો પૂર્વાર્ધ અંશ એટલા નવમાંશ ઉત્તમ છે. તથા વૃષ, સિંહ, તુલા અને મીન એટલાં નવમાંશ મધ્યમ છે ।।૯।। द्वादशांश अने त्रिंशांश स्युर्द्वादशांशः स्वगृहादयेशास्त्रिशांशकेष्वोजयुजोस्तु राश्योः । क्रमोत्क्रमादर्थं शरा-ष्ट - शैले-न्द्रियेषु भौमार्किगुरुज्ञशुक्राः ॥८०॥ પ્રત્યેક રાશિના બાર બાર દ્વાદશાંશ છે. જે નામની રાશિ હોય તે રાશિનો જ પહેલો દ્વાદશાંશ અને બાકી અગિયાર દ્વાદશાંશ તે પછીની અનુક્રમે અગિયાર રાશિ ઓનાં જાણવાં. તે દ્વાદશાંશોના સ્વામી રાશિઓનાં જે સ્વામી છે. તે જ જાણવાં. પ્રત્યેક રાશિના ત્રીશ ત્રીશ ત્રિશાંશ છે. તેમાં મેષ, મિથુન આદિ વિષમ રાશિઓનાં પાંચ, પાંચ, આઠ, સાત અને પાંચ અંશોના સ્વામી અનુક્રમે મંગલ, શિન, ગુરુ, બુધ અને શુક્ર છે. વૃષ, કર્ક આદિ સમ રાશિઓના ત્રિશાંશ અને તેના સ્વામી પણ ઉત્ક્રમ (ઊલટાં) જાણવા. અર્થાત્ પાંચ, સાત, આઠ, પાંચ અને પાંચ ત્રિશાંશોના સ્વામી અનુક્રમે શુક્ર, બુધ, ગુરુ, શિન અને મંગળ છે ૮૦ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy