________________
प्रतिष्ठादिक ना मुहूर्त
( રર ) ઉત્તરાભાદ્રપદ, પૂર્વાફાલ્યુની અથવા ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હોય, જ્યા તિથિ (૩-૮-૧૩) ને દિવસે મૃગશિર, શ્રવણ, પુષ્ય, અશ્વિની, ભરણી અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હોય, રિક્તા તિથિ (૪-૯-૧૪)ને દિવસે પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, વિશાખા, અનુરાધા, પુનર્વસુ અથવા મઘા નક્ષત્ર હોય, પૂર્ણાનિથિ (૫-૧૦-૧૫) ને દિવસે હસ્ત, ધનિષ્ઠા અથવા રોહિણી નક્ષત્ર હોય તો સર્વ નક્ષત્ર મૃતક અવસ્થાવાળા કહેવાય છે. તેથી તે નક્ષત્રોને દિવસે નંદી, પ્રતિષ્ઠા આદિ શુભકાર્ય વિદ્વાન લોગ કરે નહિ ૬૪ થી ૬દા अशुभयोगोनो परिहार - .
कुयोगास्तिथिवारोत्था-स्तिथिभोत्था-भवारजाः ।
हुणबंगखशेष्वेव वास्त्रितयजास्तथा ॥६७।। | તિથિ અને વારના યોગથી, તિથિ અને નક્ષત્રના યોગથી, નક્ષત્ર અને વારના યોગથી, તથા તિથિ, નક્ષત્ર અને વાર એ ત્રણેના યોગથી જે જે અશુભ યોગ થાય છે, તે બધાં હૂણ (ઉડીસા), બંગ (બંગાલ) અને ખશ (નેપાલ) દેશમાં વર્જનીય છે, બીજા દેશોમાં તે વર્જનીય નથી દશા
रवियोग राजजोगे कुमारजोगे असुद्ध दिअहे वि । जं सुहकज्जं कीरइ तं सव्वं बहुफलं होइ ॥६८॥ અશુભ યોગના દિવસે જો રવિયોગ, રાજયોગ અથવા કુમારયોગ હોય તો તે દિવસે જે કંઈ શુભકાર્ય કરવામાં આવે તે અધિક ફલદાયક થાય છે I૬૮
अयोगे सुयोगोऽपि चेत् स्यात् तदानीमयोगं निहत्यैष सिद्धिं तनोति । परे लग्नशुद्धया कुयोगादिनाशं दिनार्दोत्तरं विष्टिपूर्वं च शस्तम् ॥६९|| અશુભ યોગના દિવસે જો શુભ યોગ હોય તો તે અશુભ યોગનો નાશ કરીને સિદ્ધિકારક થાય છે. કેટલાક આચાર્યો કહે છે કે લગ્નશુદ્ધિ ઠીક હોય તો કુયોગોનો નાશ થાય છે ભદ્રાતિથિ દિનાઈ પછી શુભ થાય છે I૬૯ો.
कुतिहि-कुवार-कुजोगा विट्ठी वि अ जम्मरिक्ख दड्ढतिही । मज्झण्हदिणाओ परं सव्वंपि सुभं भवेऽवस्सं ॥७०॥ દુષ્યતિથિ, દુષ્ટવાર, યોગ, વિષ્ટિ (ભદ્રા), જન્મનક્ષત્ર અને દધાતિથિ એ બધાં મધ્યાહન દિવસ પછી અવશ્ય કરીને શુભ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org