________________
प्रतिष्ठादिक ना महत
( રરર ) નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા બીજ, સાતમ, બારસ, બીજ અથવા પૂનમ તિથિ હોય તો રાજયોગ નામનો શુભયોગ થાય છે. આ યોગને પૂર્ણભદ્રાચાર્ય તરુણ યોગ કહે છે પગા स्थिरयोग -
स्थिरयोगः शुभो रोगो-च्छेदादौ शनिजीवयोः ।
त्रयोदश्यष्टरिक्तासु द्वयन्तः कृत्तिकादिभिः ॥५८|| ગુરવાર અથવા શનિવારે તેરસ, આઠમ, ચોથ, નવમી અને ચૌદશ એ તિથિ ઓમાંથી કોઈ એક તિથિ હોય, તથા કૃત્તિકા, આર્દ્ર, આશ્લેષા, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, યેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા અને રેવતી, એ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય તો સ્થિર યોગ થાય છે. તે રોગ આદિના નાશ કરવામાં અને સ્થિર કાર્ય કરવામાં શુભ છે પાપા वज्रपति योग -
वज्रपांत त्यजेद् द्वित्रि-पञ्चषट्सप्तमे तिथौ । मैत्रैऽथ त्र्युत्तरै पैत्र्ये ब्राह्मे मूलकरे क्रमात् ॥५९।। બીજને દિવસે અનુરાધા, ત્રીજને દિવસે ત્રણે ઉત્તરા (ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા અથવા ઉત્તરાભાદ્રપદ), પાંચમે મઘા, છ રોહિણી, અને સાતમના દિવસે મૂલ અથવા હસ્ત નક્ષત્ર હોય તો વજપાત નામનો યોગ થાય છે. આ યોગ શુભ કાર્યમાં વર્જનીય છે. નારદ્ર ટિપ્પનમાં તેરસે ચિત્રા અથવા સ્વાનિ, સાતમે ભરણી, નવમીએ પુષ અને દશમીએ આશ્લેષા નક્ષત્ર હોય તો વજપાત યોગ કહ્યો છે. આ વજપાત યોગને દિવસે શુભ કાર્ય કરે તો છમાસમાં કાર્ય કરનારનું મરણ થાય એમ હર્ષપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે પલા कालमुखीयोग -
चउरुत्तर पंचमघा कत्तिअ नवमीइ तइअ अणुराहा ।
अट्ठमि रोहिणी सहिआ कालमुही जोगि मास छगि मच्चू ॥६०॥ ચોથને દિવસે ત્રણે ઉત્તરા, પાંચમને મઘા, નવમીને કૃત્તિકા, ત્રીજને અનુરાધા અને આઠમને રોહિણી નક્ષત્ર હોય તો કાલમુખી નામનો યોગ થાય. તે પોગમાં કોઈ શુભ કાર્ય કરે તો કરનારનું છ મહિનાની અંદર મરણ નીપજે ૬૦ यमल अने त्रिपुष्करयोग -
मंगल गुरु सणि भद्दा मिगचित्त धणिट्ठिआ जमलजोगो । कित्ति पुण उफ विसाहा पूभउसाहिं तिपुक्करओ ॥६१||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org