________________
( રરર )
वास्तुसारे નિશાન---
પોળો વેત્ ત ક ત નવૂ - .दिग् १० विश्व १३ विंशोडुषु सर्वसिद्ध्यै ।
आद्ये १ न्द्रिया ५ श्व ७ द्विप ८ रुद्र ११ सारी १५
राजो १६ डुषु प्राणहरस्तु हेयः ॥५५॥ સૂર્ય જે નક્ષત્ર ઉપર હોય, તે નક્ષત્રથી દિવસનું નક્ષત્ર ચોથું, છ, નવમું, દશમું, તેરમું અથવા વીસમું હોય તો રવિયોગ થાય છે. તે સર્વ પ્રકારે સિદ્ધિકારક છે. અને સૂર્યના નક્ષત્રથી દિવસનું નક્ષત્ર પહેલું, પાંચમું, સાતમું, આઠમું, અગિયારમું, પંદરમું અથવા સોળમું હોય તો પ્રાણની હાનિકારક યોગ થાય છે પપા कुमार योग
योगः कुमारनामा शुभः कुजज्ञेन्दुशुक्रवारेषु ।
अश्वार्धेद्वर्यन्तरितै-नन्दादशपञ्चमीतिथिषु ॥५६|| મંગલ, બુધ, સોમ અને શુક એટલા વારોમાંથી કોઈ એક વારને દિવસે અશ્વિની આદિ બે બે અંતરવાળા નક્ષત્ર હોય અર્થાત અશ્વિની, રોહિણી, પુનર્વસુ, મઘા, હસ્ત, વિશાખા, મૂલ, શ્રવણ અને પૂર્વાભાદ્રપદ એટલાં નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા એકમ, છઠ, અગિયારસ, દશમી અથવા પાંચમ તિથિ હોય તો કુમારનામનો શુભયોગ થાય છે. ને યોગ મિત્રતા, દીક્ષા, વ્રત, વિદ્યા અને ગૃહપ્રવેશ આદિ કાર્યોમાં શુભદાયક છે. પરંતુ મંગળવારે દશમ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર, સોમવારે અગિયારસ અને વિશાખા નક્ષત્ર, બુધવારે પડવો અને મુલ અથવા અશ્વિની નક્ષત્ર, શુકવારે દશમ અને રોહિણી નક્ષત્ર હોય તો તે દિવસે કુમારયોગ હોય તો પણ શુભ કાર્ય કરવાની મના છે, કારણ કે તે દિવસે કર્ક, સંવર્તક, કાણ, યમઘંટ આદિ અશુભ પોગોની ઉત્પતિ છે, તેથી તે અશુભ યોગોને છોડીને કુમારયોગમાં શુભ કાર્ય કરવું જોઈએ, એવું શ્રીહરિભદ્રસૂરિકૃત લગ્નશુદ્ધિ પ્રકરણમાં કહ્યું છે પદા રાનો –
राजयोगो भरण्याद्यै-द्वर्यन्तरैर्भःशुभावहः ।
भद्रातृतीयाराकासु कुजज्ञभृगुभानुषु ॥५७|| મંગળ, બુધ, શુક્ર અને રવિ એટલાં વારોમાંથી કોઈ એક વારે ભરણી, મૃગશિર, પુષ્ય, પૂર્વાફાલ્વની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા અને ઉત્તરાભાદ્રપદ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org