________________
( રર ).
वास्तुसारे વ વ–
अकचटतपयशवर्गाः खगेशमार्जारसिंहशुनाम् । सर्पाखुमृगावीनां निजपञ्चमवैरिणामष्टौ ॥३७॥
અવર્ગ, કવર્ગ, ચવર્ગ, વર્ગ, તવર્ગ, પવર્ગ, યવર્ગ, અને શવર્ગ, એ આઠ વર્ગ છે. તેનાં સ્વામી– અવર્ગનો ગરૂડ, કવર્ગનો બિલાડો, ચવર્ગનો સિંહ, વર્ગનો કૂતરો, તવર્ગનો સર્પ, પવર્ગનો ઉદર, યવર્ગનો હરણ, અને શવર્ગનો બકરે છે. એ આઠ વર્ગોમાં પોતાના વર્ગથી પાંચમો વર્ગ શત્રુ જાણવો ૩થા लेणादेणीनो विचार
नामादिवर्गाङ्कमथैकवर्ग, वर्गाङ्कमेव क्रमतोत्क्रमाच्च । न्यस्योभयोरष्टहृतावशिष्ट-ऽर्द्धिते विशेषाः प्रथमेन देयाः ॥३८॥ બનેનાં નામના પહેલા અક્ષરવાળા વર્ગોનાં આંકોને અનુક્રમે પાસે રાખીને, પછી તેને આઠથી ભાગો, જે શેષ રહે તેના અરધા કરે, બાકી રહે તેટલા વિશ્વા પહેલા અંકનો વર્ગવાળો બીજા વર્ગવાળાનો કરજદાર જાણવો. એ પ્રમાણે વર્ગના અંકોને ઉલ્કમથી અર્થાત બીજા વર્ગના આંકને પહેલા લખી પૂર્વવત કિયા કરો. પછી બન્નેમાં જેના વિશ્વા અધિક હોય તે કરજદાર જાણવો ૩૮
ઉદાહરણ– મહાવીરદેવ અને જિનદાસ આ બને નામમાં પહેલા મહાવીરદેવનો વર્ગ છ છે, અને જિનદાસનો વર્ગ ત્રીજો છે, તે બને વર્ગના અંક પાસે લખ્યા તો ૬૩ થયા, તેને આઠે ભાગ્યા તો શેષ ૭ વધ્યા, તેના અરધા કર્યા તો બાકી ૩ વિશ્વા રહ્યા, જેથી મહાવીરદેવ જિનદાસના સાડા ત્રણ વિશ્વા કરજદાર છે. હવે ઉમથી એટલે જિનદાસના વર્ગાકને પહેલા લખો તો ૩૬ થયા, તેને આઠે ભાગ્યા તો શેષ ૪ રહ્યા, તેને અરધા કર્યા તો બાકી ૨ વિશ્વા રહ્યાં, જેથી જિનદાસ મહાવીરદેવના બે વિશ્વા કરજદાર છે. પછી તે બનેની બાદબાકી કરી તો બાકી દોઢ વિશ્વા મહાવીરદેવના અધિક રહ્યા, માટે મહાવીરદેવ દોઢ વિશ્વા જિનદાસના કરજદાર છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું..
યોનિ, ગણ, રાશિ, તારાશુદ્ધિ અને નાડીવેધ એ પાંચ તો જન્મનાં નસત્રથી જોવાં. જો જન્મ નક્ષત્ર માલૂમ ન હોય તો પછી નામ નક્ષત્રથી જોવાં. પરંતુ વર્ગમૈત્રી અને લેણાદેણી તો પ્રસિદ્ધ બોલતા નામના નક્ષત્રથી જોવા એમ આરંભસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org