________________
वास्तुसारे
( ૨૦ ) : गृहपतिना वर्णपति
बंभणसुक्कबिहप्फइ रविकुजखत्तिय मयंकुवइसो अ ।
बुहुमुद्दु मिच्छतमसणि गिहसामिय वण्णनाह इमे ॥३३|| બ્રાહ્મણ વર્ણના સ્વામી શુક અને ગુરુ, ક્ષત્રિયવર્ણના સ્વામી રવિ અને મંગલ, વૈશ્યવર્ણના સ્વામી ચંદ્રમા, શૂદ્રવર્ણના સ્વામી બુધ, તથા પ્લેચ્છવર્ણના સ્વામી રાહુ અને શનિ, આ પ્રમાણે ઘરના સ્વામીના વર્ણપતિ છે ૩૩ાા घरप्रवेश मुहूर्त
सयलसुहजोयलग्गे नीमारंभे अ गिहपवेसे अ ।
जइ अट्ठमो अ कूरो अवस्स गिहसामि मारेइ ॥३४॥ નીમ ખોદવાના સમયે તથા નવીન ઘરના પ્રવેશ કરવાના સમયે લગ્નમાં સમસ્ત શુભ યોગ હોય છતાં આઠમા સ્થાનમાં કોઈ કૂર ગ્રહ હોય તો તે ઘરના સ્વામીનો અવશ્ય કરીને વિનાશ કરે ૩૪
चित्त-णुराह-तिउत्तर रेवइ-मिय-रोहिणी अ विद्धिकरो ।
मूल-द्दा-असलेसा जिट्ठा पुत्तं विणासेइ ॥३५॥ ચિત્રા, અનુરાધા, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રેવતી, મૃગશિર અને રોહિણી- એ નક્ષત્રોમાં પ્રવેશ કરે તો ધન ધાન્યાદિની વૃદ્ધિ થાય. મૂલ, આ, આશ્લેષા અને જયેષ્ઠા એ નક્ષત્રોમાં પ્રવેશ કરે તો પુત્રનો વિનાશ થાય છે પણ
पुव्वतिगं महभरणी गिहसामिवहं विसाह-त्थीनासं ।
कित्तिय अग्गि समत्ते गिहप्पवेसे अ ठिइसमए ॥३६॥ . ઘરનો આરંભ તથા પ્રવેશ પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મઘા અને ભરણી એ નક્ષત્રોમાં કરે તો ઘરના સ્વામીનો નાશ થાય. વિશાખા નક્ષત્રમાં કરે તો સ્ત્રીનો વિનાશ થાય. કૃતિકા નક્ષત્રમાં કરે તો અગ્નિનો ઉપદ્રવ થાય /૩૬
तिहिरित्त वारकुजरवि चरलग्ग विरूद्धजोअ खिणचंदं । वज्जिज्ज गिहपवेसे सेसा तिहिवारलग्गसुहा ॥३७||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org