________________
गृहप्रकरणम्
( ૨૧ ) भिगु लग्गे बुहुदसमे दिणयरू लाहे अ बिहप्फइ किंदे ।
जइ गिहनीमारंभे ता बरिससयाउयं हवइ ॥२८।। શુક લગ્નસ્થાનમાં, બુધ દશમામાં સૂર્ય અગિયારમામાં અને બૃહસ્પતિ કેન્દ્રમાં (૧-૪-૭-૧૦ સ્થાનમાં ) હોય, એવા લગ્નમાં જો નવીન ઘરનું ખાત મુહૂર્ત કરે તો તે ઘર સો વર્ષના આયુષ્યવાળું થાય પરસ્ટા
दसम चउत्थे गुरुससि सणिकुजलाहे अ लच्छि वरिस असी ।
इग ति चउ छ मुणि कमसो गुरुसणिभिगुरविबुहम्मि सयं ।।२९।। લગ્નનાં દશમ અને ચોથા સ્થાનમાં ગુરુ અને ચંદ્રમા હોય તથા અગિયારમાં સ્થાનમાં શનિ અથવા મંગલ હોય એવા સમયમાં ઘરનો આરંભ કરે તો તે ઘરમાં લક્ષ્મી એંશી વર્ષ સ્થિર રહે ગુરુ લગ્નમાં (પ્રથમ સ્થાનમાં), શનિ ત્રીજામાં, શુક ચોથોમાં, રવિ છઠ્ઠામાં અને બુધ સાતમા સ્થાનમાં હોય એવા લગ્નનાં સમયમાં ઘરનો આરંભ કરે તો તે ઘરમાં લક્ષ્મી સો વર્ષ સુધી સ્થિર રહે મારા
सुक्कुदए रवि तइए मंगल छठे अ पंचमे जीवे ।
इअ लग्ग कए गेहे दो वरिससयाउयं रीद्धि ॥३०॥ શુક લગનમાં સૂર્ય ત્રીજામાં, મંગલ છઠ્ઠામાં ગુરુ પાંચમા સ્થાનમાં હોય એવાં લગ્નના સમયમાં આરંભ કરેલ ઘરમાં બસો વર્ષ સુધી અનેક પ્રકારની ઋદ્ધિ થાય ૩૦.
सगिहत्थो ससिलग्गे गुरुकिंदे बलजुओ सुविद्धिकरो ।
कूरट्ठम अइअसुहा सोमा मज्झिम गिहारंभे ॥३१॥ કર્ક રાશિનો ચંદ્રમાં લગ્નમાં હોય અને બૃહસ્પતિ બલવાન થઈને કેન્દ્રમાં (૧-૪-૭-૧૦ સ્થાનમાં રહેલ હોય એવા લગ્નનાં સમયમાં આરંભ કરેલ ઘરમાં ધન ઘાયની સારી રીતે વૃદ્ધિ થાય. ઘરના આરંભ સમયમાં લગ્નના આઠમા સ્થાનમાં દૂર ગ્રહ હોય તો બહુ અશુભકારક છે અને શુભ ગ્રહ હોય તો મધ્યમ ફલદાયક છે ૩૧
इक्के वि गहे णिच्छइ परगेहि परंसि सत्त-बारसमे ।
गिहसामिवण्णनाहे अबले परहत्थि होई गिहं ॥३२ ॥ જો લગ્નમાં કોઈ પણ એક ગ્રહ નીચ સ્થાનનો, શગુના ઘરનો યા શગુના નવાંશનો થઈને સાતમા અથવા બારમા સ્થાનમાં રહેલ હોય, તથા ઘરના સ્વામીનો વર્ણપતિ નિર્બલ હોય એવા સમયમાં ઘરનો આરંભ કરે તો તે ઘર બીજાના હાથમાં ચાલ્યું જાય ૩રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org