________________
( ૨૦૬ )
ग्रहोनुं द्दष्टिबल
वास्तुसारे
पश्यन्ति पादतो वृद्ध्या भ्रातृव्योम्नी त्रित्रिकोणके ।
चतुरस्रे स्त्रीयं स्त्रीवन्मतेनायादिमावपि ॥ १६ ॥
દરેક ગ્રહ પોતપોતાના સ્થાનથી ત્રીજા અને દશમા સ્થાનને એક પાદ દૃષ્ટિથી, નવમા અને પાંચમા સ્થાનને બે પાદ દૃષ્ટિથી, ચોથા અને આઠમા સ્થાનને ત્રણ પાદ દૃષ્ટિથી જોવે છે અને સાતમા સ્થાનને ચાર પાદ દૃષ્ટિથી એટલે પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. કોઈ આચાર્યનો એવો પણ મત છે કે પહેલા અને અગિયારમા સ્થાને પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. બાકીના બીજા, છઠ્ઠા અને બારમા સ્થાનને કોઈ ગ્રહ દેખતા નથી. ।।૧૬।
Jain Education International
·
ગ્રહો સાતમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જોવે છે કે બીજા કોઈ સ્થાનને પણ પૂર્ણ દૃષ્ટિથી જોવે છે ? તે સ્પષ્ટપણે બતાવે છે
पश्येत् पूर्णं शनिर्भातृव्योम्नी धर्मधियोर्गुरुः ।
चतुरस्रे कुजोऽर्केन्दु-बुधशुक्रास्तु सप्तमम् ॥१७॥
શિન ત્રીજા અને દશમા સ્થાનને, ગુરુ નવમા અને પાંચમા સ્થાનને, મંગળ ચોથા અને આઠમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. રિવ, સોમ, બુધ અને શુક્ર એ ચાર ગ્રહો પોતાના સ્થાનથી સાતમા સ્થાનને જ પૂર્ણ દૃષ્ટિથી જોવે છે. જેમકે ત્રીજા અને દશમા સ્થાન પર ગ્રહોની એક પાદ દૃષ્ટિ છે, ત્યાં શનિની તો પૂર્ણ દૃષ્ટિ છે. નવમા અને પાંચમા, ચોથા અને આઠમા, તથા સાતમા સ્થાન પર જેમ અન્ય ગ્રહોની અનુક્રમે બે પાદ, ત્રણ પાદ અને પૂર્ણ દૃષ્ટિ છે, તેમ શનિની પણ છે, તેથી શિનની એક પાદ દૃષ્ટિ કોઈ પણ સ્થાન પર નથી. નવમા અને પાંચમા સ્થાન પર અન્ય ગ્રહોની બે પાદ દૃષ્ટિ છે, ત્યાં ગુરુની તો પૂર્ણ દૃષ્ટિ છે. જેમ બીજા ગ્રહોની ત્રીજા અને દશમા, ચોથા અને આઠમા તથા સાતમા સ્થાન પર અનુક્રમે એક પાદ, ત્રણ પાદ અને પૂર્ણ દૃષ્ટિ છે, તેમ ગુરુની પણ છે, જેથી ગુરુની બે પાદ દૃષ્ટિ કોઈ પણ સ્થાન પર નથી. ચોથા અને આઠમા સ્થાન પર જેમ અન્ય ગ્રહોની ત્રણ પાદ દૃષ્ટિ છે, ત્યાં મંગલની તો પૂર્ણ દૃષ્ટિ છે. જેમ બીજા ગ્રહોની ત્રીજા અને દશમા, નવમા અને પાંચમા તથા સાતમા સ્થાન પર અનુક્રમે એક પાદ, બે પાદ અને પૂર્ણ દૃષ્ટિ છે, તેમ મંગલની પણ છે, જેથી મંગલની ત્રણ પાદ દૃષ્ટિ કોઈ પણ સ્થાન પર નથી, એમ સિદ્ધ થાય છે. રિવ, સોમ, બુધ અને શુક્ર એ ચાર ગ્રહોની તો સાતમા સ્થાન પર જ પૂર્ણ દૃષ્ટિ હોવાથી બીજા કોઈ પણ સ્થાનને તેઓ પૂર્ણ દૃષ્ટિથી જોતા નથી.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org