________________
( ૨૦૪)
वास्तुसारे વાર શુદ્ધિ
आइच्च बुह बिहप्फइ सणिवारा सुंदरा वयग्गाहणे । बिंबपइट्ठाइ पुणो बिहप्फइ सोम बुह सुक्का ॥११॥ રવિવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર એ વ્રતગ્રહણ કરવા માટે શુભ છે. તથા ગુરુવાર, સોમવાર, બુધવાર અને શુક્રવાર એ બિંબ પ્રતિષ્ઠા કરવા માટે શુભ છાવલા रत्नमाळामां कर्तुं छे के
तेजस्विनी क्षेमकृदग्निदाह-विधायिनी स्याद्वरदा बुढा च ।
आनन्दकृत्कल्पनिवासिनी च, सूर्यादिवारेषु भवेत प्रतिष्ठा ॥१२।। રવિવારે પ્રતિષ્ઠા કરવાથી તે પ્રતિમા તેજવાળી એટલે પ્રભાવશાળી થાય છે. સોમવારે પ્રતિષ્ઠા કરવાથી કુશલ-મંગલ કરનારી, મંગળવારે સ્થાપન કરે તો અગ્નિદાહ કરનારી, બુધવારે સ્થાપન કરે તો મનવાંછિત દેવાવાળી, ગુરુવારે પ્રતિષ્ઠા કરે તો સ્થિર રહે, શુક્રવારે સ્થાપન કરે તો આનંદ દેનારી અને શનિવારે પ્રતિષ્ઠા કરે તો તે પ્રતિમા કલ્પ પર્યત એટલે સૂર્ય ચંદ્રમાં રહે ત્યાં સુધી સ્થિર રહેવાવાળી થાય ૧૨ા ग्रहोर्नु उच्चबलअजवृषमृगाङ्गनाकुलीरा झषवाणजौ च दिवारादितुङ्गाः । दशशिखिमनुयुक् तिथीन्द्रियांशै-स्त्रिनवकविंशतिभिश्च तेऽस्तनिचाः ॥१३||
સૂર્ય મેષરાશિનો હોય ત્યારે ઉચ્ચનો, તેમાં પણ દશ અંશ પરમ ઉચ્ચનો કહેવાય. ચંદ્રમા વૃષરાશિનો હોય ત્યારે ઉચ્ચનો, તેમાં ત્રણ અંશ પરમ ઉચ્ચનો કહેવાય, મંગળ મકર રાશિનો ઉચ્ચ અને તેમાં અઠ્યાવીશ અંશ પરમ ઉચ્ચ. બુધ કન્યારાશિનો ઉચ્ચ, તેમાં પંદર અંશ પરમ ઉચ્ચ. ગુરુ કર્ક રાશિનો ઉચ્ચ, તેમાં પાંચ અંશ પરમ ઉચ્ચ. શુક મીન રાશિનો ઉચ્ચ અને તેમાં સત્તાવીસ અંશ પરમ ઉચ્ચ. શનિ તુલા રાશિનો ઉચ્ચ અને તેમાં વીશ અંશ પરમ ઉચ્ચ કહેવાય. એ ગ્રહદે પોતાની ઉચ્ચ રાશિથી સાતમી રાશિ ઉપર હોય ત્યારે નીચ કહેવાય. જેમકે સૂર્ય મેષ રાશિનો ઉચ્ચ છે, તેનાથી સાતમી રાશિ તુલાનો સૂર્ય હોય તે નીચ કહેવાય. તેમાં પણ દશ અંશ સુધી પરમ નીચ કહેવાય. આ પ્રમાણે દરેક ગ્રહોની નીચ અવસ્થા જાણવી ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org