________________
प्रतिष्ठादिना मुहूर्त D
નીચેના મુહુત આરંભસિદ્ધિ, નિશુદ્ધિ, લગ્નશુદ્ધિ, મુહૂર્ત ચિંતામણિ, મુહૂર્ત માર્તણ્ડ, જ્યોતિષ રત્નમાળા અને જ્યોતિષ હર આદિ ગ્રંથોના આધારે લખેલા છે. वर्षनी शुद्धि
संवत्सरस्य मासस्य दिनस्यक्षस्य सर्वथा ।
कुजवारोज्झिता शुद्धिः प्रतिष्ठायां विवाहवत् ॥१॥ સિંહસ્થ ગુરૂના વર્ષને છોડીને વર્ષ, માસ, દિન, નક્ષત્ર, અને મંગલવારને છોડીને બીજા શુભવારો એ બધાની શુદ્ધિ જેમ વિવાહના કાર્યમાં જોવાય છે, તેમ પ્રતિષ્ઠાના કાર્યમાં પણ જોવી જોઈએ ૧૫ अयन शुद्धि
गृहप्रवेशत्रिदशप्रतिष्ठा- विवाहचूडाव्रतबन्धपूर्वम् । सौम्यायने कर्म शुभं विधेयं, यद्गर्हितं तत्खलु दक्षिणे च ॥२॥ ગૃહપ્રવેશ, દેવની પ્રતિષ્ઠા, વિવાહ, મુંડન સંસ્કાર અને યજ્ઞોપવીત આદિ વ્રત, ઈત્યાદિક શુભકાર્ય ઉત્તરાયણમાં એટલે મકર આદિ છ રાશિ ઉપર સૂર્ય હોય ત્યારે કરવું શુભ છે અને દક્ષિણાયનમાં એટલે કર્ક આદિ છ રાશિ ઉપર સૂર્ય રહે ત્યાં સુધી ને શુભકાર્ય કરવું અશુભ છે રા मास शुद्धि
मिग्गसिराइ मासट्ठ चित्तपोसाहिए वि मुत्तु सुहा ।
जइ न गुरु सुक्को वा बालो वुड्ढो अ अत्थमिओ ||३|| * શત્ર, પોષને અધિકમાસને છોડીને માગશર આદિ આઠ માસ એટલે માગશર, માધ, ફાગણ, વૈશાખ, જેઠ અને આષાઢ એ મહિના શુભ છે. પરંતુ તેમાં ગુરુ અથવા શુક બાલ હોય, વૃદ્ધ હોય, અથવા અસ્ત હોય તો તે મહીના અશુભ છે રૂા.
* ચત્ર માસમાં જો મેષ સંક્રાંતિ હોય અને પોષમાં મકર સંક્રાંતિ હોય તો તે બન્ને મહિનામાં પણ શુભ કાર્ય થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org