________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप
( ૧૨ ) पाशासिकुन्तबालेन्दु-गदामुसलसंयुतम् ॥ भुजाषट्कं समाख्यातं चतुर्विंशतिरुच्यते । शङ्खासिचक्रबालेन्दु-पद्मोत्पलशरासनम् ॥ शक्तिं पाशाङ्कुशं घण्टां बाणं मुसलखेटकम् । त्रिशूलं परशुं कुन्तं वज्र मालां फलं गदाम् ॥
पत्रं च पल्लवं धत्ते वरदा धर्मवत्सला । શ્રી પાર્શ્વનાથ તીર્થકરની શાસનદેવી પદ્માવતી નામની દેવી છે. તે લાલ વર્ણવાળી * કમળના આસનવાળી અને x ચાર ભુજાઓમાં અંકુશ, માળા, કમળ અને વરદાનને ધારણ કરનારી છે. તેમ જ તે છ અથવા ચોવીસ ભુજાવાળી પણ છે. છ હાથોમાં પાશ, તરવાર, ભાલા, બાલચંદ્રમા, ગદા અને મુસળને ધારણ કરનારી છે. તથા ચોવીસ હાથોમાં અનુક્રમે શંખ, તરવાર, ચક, બાલચંદ્રમા, સફેદ કમળ, લાલ કમળ, ધનુષ, શક્તિ પાશ, અંકુશ, ઘંટા, બાણ, મુસળ, ઢાલ, ત્રિશૂલ, ફરસી, ભાલા, વજ, માળા, ફળ, ગદા, પાન, નવીન પાનનો ગુચ્છો અને વરદાનને ધારણ કરે છે. ર૩
२३-धरणेन्द्र यक्ष२३. पद्मावतीदेवी
* આશાધર પ્રતિષ્ઠપાઠમાં કુફ્ફટસર્પની સવારી કરનારી અને કમળના આસન ઉપર બેઠેલી, તેમ જ માથા ઉપર સર્પની ત્રણ ફણાના ચિહનવાળી લખી છે. X પદ્માવતી કલ્પમાં ચાર ભુજાઓમાં પાશ, ફળ, વરદાન અને અંકુશને ધારણ કરનારી લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org