________________
नवग्रहोर्नु स्वरूप
( ૭ ) आचारदिनकरना मतथी क्षेत्रपालतुं स्वरूप - क्षेत्रपालाय कृष्णगारकाञ्चनधूसरकपिलवर्णाय विंशतिभुजदण्डाय बर्बरकेशाय जटाजूटमण्डिताय वासुकीकृतजिनोपवीताय तक्षककृतमेखलाय शेषकृतहाराय नानायुधहस्ताय सिंहचर्मावरणाय प्रेतासनाय कुक्कुरवाहनाय त्रिलोचनाय च ।
ક્ષેત્રપાલ છે ને કાળા, ગોરા, પાંડ, સુવર્ણ અને ભૂરા એ પાંચ વર્ણવાળો, વીશ ભુજાવાળો, બર્બર કેશવાળો, મોટી જટાવાળો, વાસુકી, નાગની જનોઈ કરનાર, તલક નાગની મેખલા (કંઘેરો) પહેરનારો, શેષનાગના હારવાળો, અનેક પ્રકારનાં શસ્ત્રોને હાથમાં ધારણ કરનારો સિંહના ચર્મને પહેરનારે, પ્રેત (શબ)નું આશન કરનાર, કૂતરાની સવારી કરનારો અને ત્રણ નેત્રવાળો છે. निर्वाणकलिकाना मतथी क्षेत्रपालतुं स्वरूप - क्षेत्रपालं क्षत्रानुरूपनामानं श्यामवर्ण बर्बरकेशमावृत्तपिङ्गनयनं विकृतदंष्ट्र पादुकाधिरुढ नग्नं कामचारिणं षड्भुजं मुद्गरपाशडमरुकान्वितदक्षिणपाणिं श्वानाङ्कुशगेडिकायुतवामपाणिं श्रीमद् भगवतो दक्षिणपार्श्वे ईशानाश्रितं दक्षिणाशामुखमेव प्रतिष्ठाप्यम् ।
પોતપોતાના ક્ષેત્રના નામ પ્રમાણે ક્ષેત્રપાલનું નામ હોય છે, તે શયામ વર્ણવાળો, બર્બર કેશવાળો, પીળા રંગના ગોળ નેત્રવાળો, મોટા મોટા બેડોળ દાંતવાળો, પાદુકા ઉપર ચડેલો, નાગો, છ ભુજાવાળો છે, જમણા હાથમાં મુદગર પાશ અને ડમરુને તથા ડાબા હાથમાં કૂતરો, અંકુશ અને લાકડીને ધારણ કરે છે, તેને ભગવાનની દક્ષિણ તરફ ઈશાન ખૂણામાં દક્ષિણ દિશામાં મુખ રાખીને સ્થાપન કરવો. माणिभद्र क्षेत्रपालनु स्वस्प - ढक्काशूलसुदामपाशाङ्कुशखङ्गैः त्वत्करषट्कं युक्तं भात्यायुधवगैः । जय०॥
માણિભદ્ર નામનો ક્ષેત્રપાળ છે, તે કૃષ્ણવર્ણવાળો, ઐરાવત હાથીની સવારી કરનારો, સુવરના મુખવાળો, દાંત ઉપર મંદિર ધારણ કરનારો અને છ ભુજાવાળો છે, ને જમણા હાથોમાં ઢાલ, ત્રિશુલ અને માળાને, તથા ડાબા હાથોમાં નાગપાશ, અંકુશ અને નરવારને ધારણ કરનારો છે. તેમ તપાગચ્છીય શ્રી અમૃતરત્નસૂરિકૃત માણિભદ્રની આરતીમાં લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org