________________
પરિશિષ્ટ C दिगम्बर जैन शास्त्रानुसार तीर्थंकरोना शासनदेव
यक्षो अने यक्षिणींओनुं स्वरूप.
१-गोमुखयक्षतुं स्वरूप -
सव्वेतरोर्ध्वकरदीप्रपरश्वधाक्ष-सूत्रं तथाऽधरकराङ्कफलेष्टदानम् । प्राग्गोमुखं वृषमुखं वृषगं वृषाङ्क-भक्तं यजे कनकभं वृषचक्रशीर्षम् ॥१॥
વૃષભના ચિહનવાળા શ્રી આદિનાથ જિનના અધિષ્ઠાયિકદેવ ગોમુખ નામનો યક્ષ છે, તે સુવર્ણના જેવી કાંતિવાળો, ગાયના મુખ જેવા મુખવાળો, પોઠિયાની સવારી કરનારો, મસ્તક ઉપર ધર્મચકને ધારણ કરનારો અને ચાર ભુજાવાળો છે, તે ઉપરના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં ફરસીને તથા નીચેના ડાબા હાથમાં બીજ અને જમણા હાથમાં વરદાન ધારણ કરે છે ll૧il १-चक्रेश्वरी (अप्रतिहतचक्रा)देवीनुं स्वरूप -
भर्माभाद्यकरद्वयालकुलिशा चक्राङ्कहस्ताष्टका, । सव्यासव्यशयोल्लसत्फलवरा यन्मूर्तिरास्तेऽम्बुजे । तार्थे वा सह चक्रयुग्मरुचकत्यागैश्चतुर्भिः करैः,
पञ्चेष्वासशतोन्नतप्रभुनतां चक्रेश्वरी तां यजे ॥१॥ પાંચ સો ધનુષના શરીરવાળા શ્રીઆદિનાથ તીર્થંકરની શાસનદેવી ચકેશ્વરી નામની દેવી છે. તે સુવર્ણના વર્ણવાળી, કમળ ઉપર બેઠેલી, ગરુડની સવારી કરનારી અને બાર ભુજાવાળી છે. તેના બન્ને તરફના બે હાથમાં વજુ, બન્ને તરફના ચાર ચાર હાથોમાં એક એક ચક એટલે આઠ ચક, નીચેના ડાબા હાથમાં ફળ અને જમણા હાથમાં વરદાન છે. બીજી રીતે ચકેશ્વરી દેવી ચાર ભુજાવાળી પણ માની છે, ઉપરના બન્ને હાથમાં એક એક ચક, તથા નીચેના ડાબા હાથમાં બીજોરૂ અને જમણો હાથ વરદાનયુક્ત છે I/૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org