________________
( ૬ )
वास्तुसारे
ધર શૂન્ય રહે, આસોમાં ક્લેશ, કાર્તિક માસમાં ઉજ્જડ થાય, માગસરમાં પૂજા-સન્માન, પોષ માસમાં સંપદા, માહ માસમાં અગ્નિ ભય, અને ફાગણ માસમાં કરે તો સુખ થાય રા
હીરકલશ મુનિએ કહ્યું છે કે
“ कत्तिअ - माह - भद्दवे चित्त आसो अ जिट्ठ आसाढे । गिहआरंभ न कीरइ अवरे कल्लाणमंगलं ॥ "
કાર્તિક માહ ભાદરવો ચૈત્ર આસો જેઠ અને આષાઢ આ સાત મહિનામાં ઘરનો આરમ્ભ કરવો નહિ, અને બાકીના માગશર, પોષ ફાગણ વૈશાખ અને શ્રાવણ
આ પાંચ માસમાં ઘરનો આરમ્ભ કરે તો મંગલદાયક છે.
वइसाहे मग्गसिरे सावणि फग्गुणि मयंतरे पोसे । सियपक्षे सुहदिवसे कए गिहे हवइ सुहरिद्धि
||ર૪||
વૈશાખ માગસર શ્રાવણ ફાગણ અને મતાંતરે પોષ એ પાંચ મહિનામાં શુક્લ પક્ષમાં શુભ દિવસે ધરનો આરમ્ભ કરે તો સુખ અને ઋદ્ધિની પ્રાપ્તિ થાય ર૪॥ પીયૂષધારા ટીકામાં જગનમોહનનું કથન છે કે
'पाषाणेष्टफ्यादिगेहादि निन्द्यमासे न कारयेत् । तृणदारुगृहारंभे मासदोषो न विद्यते ॥"
પથ્થર ઈંટ આદિના મકાનનો નિંદનીય માસમાં આરમ્ભ ન કરવો, પરન્તુ ધાસ અને લાકડા આદિના મકાનનો આરમ્ભ કરે તો દોષ નથી.
गृहारम्भमां नक्षत्र फल
सुहलग्गे चंदबले खणिज्ज नीमीउ अहोमुहे रिक्खे । उड्ढमुहे नक्खत्ते चिणिज्ज सुहलग्गि चंदबले
શુભલગ્ન અને ચન્દ્રમા પ્રબલ જોઈને અધોમુખ સંશક નક્ષત્રમાં ખાતમુહૂર્ત કરવું, તથા શુભ લગ્ન અને ચન્દ્રમાં બલવાન હોય ત્યારે ઊર્ધ્વમુખ સંશક નક્ષત્રમાં શિલાનું સ્થાપન કરી ચણવાનો આરમ્ભ કરવો ।।રપ
Jain Education International
ારા
*મુહૂર્ત્તચિન્તામણિમાં લખે છે કે- ચૈત્રમાં મેષનો સૂર્ય હોય, જેઠમાં વૃષ રાશિનો સૂર્ય હોય, આષાઢ માસમાં કર્ક રાશિનો સૂર્ય હોય, ભાદરવામાં સિંહનો સૂર્ય હોય, આસોમાં તુલાનો સૂર્ય હોય, કાર્તિક માસમાં વૃશ્ચિકનો સૂર્ય હોય, પોષ માસમાં મકરનો સૂર્ય હોય અને માઘ માસમાં મકર મા કુમ્ભ રાશિનો સૂર્ય હોય ત્યારે ઘરનો આરંભ કરવો શુભ માનેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org