________________
गृहप्रकरणम् મુહૂર્ત ચિન્તામણિની ટીકામાં શ્રીપતિ કહે છે.
"कर्किनक्रहरिकुम्भगतेऽर्के, पूर्वपश्चिममुखानि गृहाणि । तौलिमेषवृषवृश्चिकयाते, दक्षिणोत्तरमुखानि च कुर्यात् ॥ अन्यथा यदि करोति दुर्मति-र्व्याधिशोकधननाशमश्नुते । मीनचापमिथुनाङ्गनागते, कारयेत्तु गृहमेव भास्करे ॥"
કર્ક મકર સિંહ અને કુમ્ભ રાશિનો સૂર્ય હોય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ધરનો આરમ્ભ કરવો, તથા તુલા મેષ વૃષ અને વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય ત્યારે દક્ષિણ અથવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરનો આરમ્ભ કરવો, આથી ઊલટું કરે તો અથવા મીન ધન મિથુન અને કન્યા રાશિનો સૂર્ય હોય ત્યારે ઘરનો આરમ્ભ કરે તો વ્યાધિ અને શોક થાય, તથા ધનનો નાશ થાય. નારદમુનિ બારે રાશિનું ફલ આ પ્રમાણે કહે છે
गृहसंस्थापनं सूर्ये मेषस्थे शुभदं भवेत् । वृषस्थे धनवृद्धिः स्याद् मिथुने मरणं ध्रुवम् ॥ कर्कटे शुभदं प्रोक्तं सिंहे भृत्यविवर्द्धनम् । कन्या रोगं तुला सौख्यं वृश्चिके धनवर्द्धनम् ॥ कार्मुके तु महाहानि - र्मकरे स्याद् धनागमः । कुंभे तु रत्नलाभः स्याद् मीने सद्मभयावहम् ॥"
ઘરની સ્થાપના (શિલાન્યાસ આદિ) યદિ મેષ રાશિના સૂર્યમાં કરે તો શુભદાયક છે, વૃષ રાશિના સૂર્યમાં ધન વૃદ્ધિકારક છે, મિથુનના સૂર્યમાં નિશ્ચય મૃત્યુદાયક છે, કર્ક રાશિના સૂર્યમાં શુભદાયક છે, સિંહના સૂર્યમાં સેવકજનની વૃદ્ધિ થાય, કન્યાના સૂર્યમાં રોગ થાય, તુલાના સૂર્યમાં સુખ થાય, વૃશ્ચિકના સૂર્યમાં ધનની વૃદ્ધિ થાય, ધનના સૂર્યમાં મહાહાનિ, મકરના સૂર્યમાં ધનપ્રાપ્તિ, કુમ્ભના સૂર્યમાં રત્નનો લાભ અને મીનના સૂર્યમાં
ધર ભયદાયક થાય.
घरना आरम्भमां मास फल
( ૨ )
सोय - धण - मिच्चु-हाणी अत्थं सुन्नं ૪૪-૩સિયં । પૂયા–સંપય-અગ્ની સુહૈં ૬ વિજ્ઞા–માસરું //ર//
ઘરનો આરમ્ભ ચૈત્રમાસમાં કરે તો શોક, વૈશાખ માસમાં કરે તો ધનની પ્રાપ્તિ, જેઠ માસમાં મૃત્યુકારક, આષાઢમાં હાનિ, શ્રાવણમાં ધનપ્રાપ્તિ, ભાદરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org