________________
सोलविद्यादेवीओनं स्वरूप
( ઉદ્દલ ) ४-वज्रांकुशादेवीनुं स्वरूप - वज्रांकुशां कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतक्षिणकरां मातुलिङ्गांकुशयुक्तवामहस्तां चेति ॥४॥
ચોથી વજંકશા નામની વિદ્યાદેવી છે, તે સોનાના વર્ણવાળી, હાથીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં વરદાન અને વજને તથા ડાબા બે હાથમાં બીજરૂ અને અંકુશને ધારણ કરે છે.
આચારદિનકરમાં ચારે હાથોમાં અનુક્રમે તરવાર, વજ, ઢાલ અને ભાલાને ધારણ કરનારી માની છે. મંત્રાધિરાજકલ્પમાં ફળ, માળા, અંકુશ અને શૂલને ધારણ કરનારી માની છે. -પ્રતિવાદેવીનું સ્વરૂપ – अप्रतिचक्रां तडिद्वाँ गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति ||५||
પાંચમી અપ્રતિચકાં નામની વિદ્યાદેવી છે, તે વીજળીના જેવી ચમકતી કાંતિવાળી, ગરુડની સવારી કરનારી અને ચારે ભુજાઓમાં ચકને ધારણ કરનારી છે.
મંત્રાધિરાજકલ્પમાં ભિન્ન ભિન્ન વર્ણવાળી અને નરવાહન કરનારી, તથા ચારે હાથમાં ચક ધારણ કરનારી લખી છે." ६-छठी पुरुषदत्ता देवी, स्वस्प - पुरुषदत्ता कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलुङ्गखेटकयुतवामहस्तां चेति ॥६॥ - છઠ્ઠી પુરૂષદનાં નામની વિદ્યાદેવી છે, તે સુવર્ણ જેવી કાન્તિવાળી, ભેંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા હાથમાં વરદાન અને તરવારને તથા ડાબા હાથમાં બીજોરૂ અને ઢાલને ધારણ કરે છે.
આચારદિનકરમાં તરવાર અને ઢાલ યુકત બે હાથવાળી માની છે. મંત્ર કટ માં લાલકમળના આસન ઉપર બેઠેલી માની છે. ૭–વીવીનું સ્વરૂપ – काली देवी कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां अक्षसूत्रगदालंकृतदक्षिणकरां वज्राभययुतवामहस्तां चेति ॥७||
સાતમી 'કાલી નામની વિદ્યાદેવી છે, તે કૃષ્ણવર્ણવાળી, કમળના આસનવાળી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org