________________
सोल विद्यादेवीओनुं वर्णन.
૨–fફળી ટેવીનું સ્વરૂપ – आद्यां रोहिणी धवलवर्णां सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणिं चेति ॥१॥
પ્રથમ રોહિણી નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી કામધેનુ ગીની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણી બે ભુજાઓમાં માળા અને બાણને તથા ડાબી બે ભુજાઓમાં શંખ અને ધનુષને ધારણ કરે છે. ૨-પ્રતિદેવીનું સ્વરૂપ – प्रज्ञप्तिं श्वेतवर्णां मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति ॥२॥
બીજી પ્રજ્ઞપ્તિ નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, મોરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા બે હાથમાં વરદાન અને શકિતને તથા ડાબા બે હાથમાં બીજરૂ અને શક્તિને ધારણ કરે છે.
"આચારદિનકરમાં બે હાથવાળી માની છે, જમણા હાથમાં શક્તિ અને ડાબા હાથમાં કમળને ધારણ કરે છે. મંત્રાધિરાજકલ્પમાં ત્રિશૂલ, દંડ, અભય અને બીજોરાને મરણ કરનારી અને લાલવર્ણની માની છે.” – વ દ્યાદેવીનું સ્વરૂપ – वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिष्ठितवामकरां चेति ॥३॥
ત્રીજી વાશુંખલા નામની વિદ્યાદેવી છે, તે શંખ જેવી સફેદ કાંતિવાળી, કમળના આસનવાળી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથમાં વરદાન અને સાંકળને તથા ડાબા બે હાથમાં કમળ અને સાંકળને ધારણ કરે છે.
આચારદિનકરમાં સુવર્ણવર્ણવાળી અને બે ભુજાવાળી માની છે, જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં સાંકળ ધારણ કરે છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org