________________
( ૪ )
वास्तुसारे દશમા શીતલનાથ નામના તીર્થંકર છે, તે સુવર્ણવર્ણવાળા અને શ્રીવત્સના ચિહ્નવાળા છે, તેમનું જન્મનક્ષત્ર પૂર્વાષાઢા અને ધનુરાશિ છે.
તેમના તીર્થમાં બ્રહ્મયક્ષ નામનો યક્ષ છે, તે ચાર ભુજાવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા, શરીરે સફેદ વર્ણનો, કમળના આસનવાળો અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથોમાં બીજોરૂ, મુગર, પાશ (ફાંસી) અને અભય છે, ડાબા ચાર હાથોમાં નોળિયો, ગદા, અંકુશ અને માળા છે.
તેમના તીર્થમાં અશોકા નામની યક્ષિણી છે, તે મગના વર્ણવાળી, કમળના આસનવાળી અને ચાર હાથવાળી છે, તેના ભાણા બે હાથમાં વરદાન અને ફાંસી છે. ડાબા બે હાથમાં * ફલ અને અંકુશ છે.૧૦. ११-श्रेयांसनाथ तीर्थंकर, ईश्वरयक्ष अने मानवीदेवीनुं स्वरूप -
तथैकादशं श्रेयांसं हेमवर्णं . गण्डकलाञ्छनं श्रवणोत्पन्नं मकरराशि चेति । तत्तीर्थोत्पन्नमीश्वरयक्ष धवलवर्णं त्रिनेत्रं वृषभवाहनं चतुर्भुजं. मातुलिंगगदान्वितदक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां मानवीं देवीं गौरवर्णां सिंहवाहनां चतुर्भुजां वरदमुद्गरान्वितदक्षिणपाणिं कलशांकुशयुक्तवामकरां चेति ॥११॥
અગિયારમા શ્રેયાંસનાથં નામના તીર્થંકર છે, તે સુવર્ણ વર્ણવાળા અને ખડગીના લાંછનવાળા છે. તેમનું જન્મનક્ષત્ર શ્રવણ અને મકરરાશિ છે.
તેમના તીર્થમાં ઈશ્વર નામનો યક્ષ છે, તે સફેદ વર્ણનો, ત્રણ નેત્રવાળો, બળદની સવારી કરનારો અને ચાર હાથવાળો છે. તેના જમણા બે હાથોમાં બીજોરૂ અને ગદા છે, તથા x ડાબા બે હાથોમાં નોળિયો અને માળા છે.
તેમના તીર્થમાં 'માનવી (શ્રીવત્સા) નામની દેવી છે, તે ગૌરવર્ણવાળી, સિંહની સવારી કરનારી અને + ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં વરદાન અને મુંદ્રગર છે, તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ છે.
*. દેવ લાવ ફંડસુરતમાં છપાયેલ ચ૦ જિસ્કુલ માં ઢાલ આપી છે તે અશુદ્ધ છે.
- દેવતામૂર્તિપ્રકરણમાં ડાબા હાથમાં અંકુશ અને કમલ લખે છે. + : દે. મૂળ પ્ર. માં ચારે હાથમાં અનુક્રમે અંકુશ, વરદાન, નોળીઓ અને મુગર લખે છે. ત્રિષષ્ઠિચરિત્રમાં ડાબા હાથમાં કલિશ અને અંકુશ લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org