________________
जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप ( ૧૨ ) પાંચમાં 'સુમતિનાથ નામના તીર્થંકર છે, તે સુવર્ણવર્ણના અને કૌંચ પક્ષીના ચિહનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર મઘા અને સિંહ રાશિ છે.
તેમના તીર્થમાં તુંબરૂં નામનો પક્ષ છે, તે સફેદ વર્ણનો, ગરૂડની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. જમણી બે ભુજાઓમાં વરદાન અને શક્તિને, * ડાબી બે ભુજાઓમાં નાગપાશ અને (ગદા)ને ધારણ કરે છે.
તેમના તીર્થમાં 'મહાકાલી નામની યક્ષિણી છે, તે સુવર્ણવર્ણવાળી, કમળના વાહનવાળી અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને પાશને, ડાબી બે ભુજાઓમાં બીજોરું અને અંકુશને ધારણ કરે છે. ६-पद्मप्रभ तीर्थंकर, कुसुमयक्ष अने श्यामादेवीचं स्वरूप -
तथा षष्ठं पद्मप्रभं रक्तवर्णं कमललाञ्छनं चित्रानक्षत्रजातं कन्याराशिं चेति । तत्तीर्थोत्पन्नं कुसुमं यक्ष नीलवर्णं कुरङ्गवाहनं चतुर्भुजं फलाभययुक्तदक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नामच्युतां देवीं श्यामवर्णां नरवाहनां चतुर्भुजां वरदबाणान्वितदक्षिणकरां कार्मुकाभययुतवामहस्तां चेति ॥६|
છઠ્ઠા 'પદ્મપ્રભ નામના તીર્થંકર છે, તે લાલવર્ણના અને કમળના ચિહનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ચિત્રા અને કન્યારાશિ છે.
તેમના તીર્થમાં કુસુમ નામનો યક્ષ છે, તે લીલાવર્ણનો, હરિણની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, જમણી બે ભુજાઓમાં + ફળ અને અભયને, ડાબી બે ભુજાઓમાં નોળિયો અને માળાને ધારણ કરે છે.
તેમના તીર્થમાં 'અય્યતા (શ્યામા) નામની યક્ષિણી છે, તે કૃષણવર્ણવાળી, પુરુષની સવારી કરવાવાળી અને x ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં વરદાન અને બાણને, ડાબી બે ભુજાઓમાં ધનુષ અને અભયને ધારણ કરે છે.
* પ્રવચનસારોદ્ધાર, આચારદિનકર, ત્રિષષ્ઠિચરિત્ર, મંત્રાધિરાજલ્પ અને દેવનામૂર્તિપ્રકરણમાં ડાબા બે હાથમાં નાગપાશ અને ગદાને ધારણ કરનાર લખેલ છે. + દેવ લાવ ફંડ સૂરતમાં છપાયેલ ચ૦ વિ૦ ૦િ સ્તુતિમાં ફલને ઠેકાણે ઢાલ રાખી છે, તે અશુદ્ધ છે. ૪ આચારદિનકર અને ચતુર્વિશતિચરિત્રમાં જમણી બે ભુજાઓમાં વરદાન અને પાશ તથા ડાબી બે ભુજાઓમાં અંકુશ અને બીજોરૂ ધારણ કરે છે, તેમાં લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org