________________
( ૨૦ ).
वास्तुसारे વત્સ ---
अग्गिमओ आउहरो धणक्खयं कुणइ पच्छिमो वच्छो ।
वामो य दाहिणो वि य सुहावहो हवइ नायव्वो ॥२१॥ વત્સ સંમુખ હોય તો આયુષ્યનો નાશકારક છે, પાછળ વન્સ હોય તો ધનનો વિનાશકારક છે, ડાબો અથવા જમણો વન્સ હોય તો સુખકારક જાણવો ર૧
પ્રથમ ખાત વખતે શેષનાગચક (રાહુચક) જોવાય છે, તેને વિશ્વકર્માએ આ પ્રમાણે બતાવેલ છે..
"ईशानतः सर्पति कालसर्पो, विहायसृष्टिं गणयेद् विदिक्षु । .
शेषस्य वास्तोर्मुखमध्यपुच्छं, त्रयं परित्यज्य रवनेच्च तुर्यम् ॥" પ્રથમ ઈશાન ખૂણાથી રાહુ ચાલે છે, * સૃષ્ટિમાર્ગને છોડીને વિપરીત વિદિશામાં શેષનાગનું મુખ નાભિ અને પૂંછડું રહે છે, અર્થાત્ ઈશાન ખૂણામાં મુખ, વાયવ્ય ખૂણામાં નાભિ (પેટ) અને નૈર્સત્ય ખૂણામાં પૂંછડું રહે છે. તે માટે આ ત્રણે ખૂણાને છોડી દઈને ચોથો જે અગ્નિ ખૂણો ખાલી રહે છે, તેમાં પ્રથમ ખાત કરવું જોઈએ મુખ પેટ અને પૂંછડા ઉપર ખાત કરે તો હાનિકારક છે. દૈવજ્ઞવલ્લભમાં કહ્યું છે કે
"शिरः खनेद् मातृपितॄन् निहन्यात्, खनेच्च नाभौ भयरोगपीडाः ।। पुच्छं खनेत् स्त्रीशुभगोत्रहानिः स्त्रीपुत्ररत्नान्नवसूनि शून्ये ॥"
* રાજવલ્લભમાં બીજી રીતે બતાવે છે..
कन्यादौ रवितस्त्रये फणिमुखं पूर्वादिसृष्टिक्रमात्।" સૂર્ય કન્યા તુલા અને વૃશ્ચિક એ ત્રણ રાશિમાં હોય ત્યારે શેષનાગનું મુખ પૂર્વ દિશામાં રહે છે પદ્ધ સુષ્ટિમથી સૂર્ય ધન મકર અને કુષ્ણ એ ત્રણ રાશિમાં હોય ત્યારે દક્ષિણમાં, મીન મેષ અને વૃષભ એ ત્રણ રાશિમાં હોય ત્યારે પશ્ચિમમાં અને મિથુન કર્યું અને સિંહ એ ત્રણ રાશિમાં હોય ત્યારે ઉત્તરમાં મુખ રહે છે.
"पूर्वास्येऽनिलखातनं यममुखे खातं शिवे कारयेत् ।।
शीर्षे श्चिमगे च वह्निखननं सौम्ये खनेद् नैर्ऋते ॥" શેષનાગનું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે વાયુ કોણમાં ખાત કરવું. દક્ષિણમાં મુખ હોય ત્યારે ઈશાન કોણમાં ખાત કરવું, પશ્ચિમમાં મુખ હોય ત્યારે અગ્નિ કોણમાં ખાત કરવું અને ઉત્તરમાં મુખ હોય ત્યારે નર્સત્ય કોણમાં ખાત કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org