________________
( ૧૨૮ )
वास्तुसारे જગતી એટલે મંદિરની મર્યાદિત ભૂમિ અને પ્રાસાદનું અંતર પાછળના ભાગમાં પ્રાસાદથી છ ગણું, આગળના ભાગમાં નવ ગણું, જમણે તથા ડાબે પડખે ત્રણ ત્રણ ગણું રાખવું. આ મંદિરની મર્યાદિત ભૂમિ છે ૪૮ પ્રાસાદમંડનમાં જગતીનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. -
"प्रासादनामधिष्ठानं जगती सा निगद्यते ।
यथा सिंहासनं राज्ञां प्रासादानां तथैव च ॥१॥" પ્રાસાદની જે મર્યાદિત ભૂમિ તેને જગતી કહે છે. જેમ રાજાનું સિંહાસન રાખવા માટે અમુક ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે, તેમ પ્રાસાદને માટે પણ સમજવું
IIના
"चतुरस्रायतेऽष्टाम्रा वृत्ता वृत्तायता तथा ।
નમતી પથા પ્રો. પ્રાસાનુપત્તઃ રાજ્ય સમચોરસ, લંબચોરસ, આઠ ખૂણાવાળી, ગોળ અને લંબગોળ એ પાંચ પ્રકારની જગતી છે. તેમાંથી પ્રાસાદ જેવા આકારનો હોય તેવા આકારની જગતી કરવી. જેમકે – સમચોરસ પ્રાસાદને સમચોરસ જગતી, લંબચોરસ પ્રાસાદને લંબચોરસ જગતી ઈત્યાદિ કર્મ જાણવી પર
प्रासादपृथुमानाच्च त्रिगुणा च चतुर्गुणा ।
क्रमात् पञ्चगुणा प्रोक्ता ज्येष्ठा मध्या कनिष्ठका ॥३॥" પ્રાસાદના વિસ્તારથી જગતી ત્રણ ગણી, ચાર ગણી અથવા પાંચ ગણી કરવી. તેમાં ત્રિગણી કનિષ્ઠમાનની, ચાર ગણી મધ્યમમાનની, અને પાંચ ગણી જયેષ્ઠમાનની જગતી જાણવી રૂા.
"कनिष्ठे कनिष्ठा ज्येष्ठे ज्येष्ठा मध्यमे मध्यमा ।
प्रासादे जगती कार्या स्वरुपा लक्षणान्विता ॥४॥ કનિષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠમાનની જગતી, જયેષ્ઠમાનના પ્રાસાદને જયેષ્ઠમાનની જગતી અને મધ્યમમાનના પ્રાસાદને મધ્યમમાનની જગતી, પ્રાસાદના લક્ષણ જેવી કરવી જા.
"रससप्तगुणाख्याता जिने पर्यायसंस्थिते ।
द्वारिकायां च कर्त्तव्या तथैव पुरुषत्रये ॥५॥" અવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષના સ્વરૂપવાળી દેવકુલિકા યુક્ત જિનના પ્રાસાદને છે અથવા સાત ગણી જગતી કરવી. તે પ્રમાણે દ્વારિકા પ્રાસાદ અને ત્રિપુરુષ પ્રાસાદને જાણવી પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org