________________
प्रासाद प्रकरणम्
( ૨૨૭ ) ૩૫માં ભાગમાં વરાહની, ૩૭મા ભાગમાં ઉમામહેશ્વરની, ૩૯મા ભાગમાં બુદ્ધની, ૪૧મા ભાગમાં સાવિત્રી સાથે બ્રહ્માની, ૪૩માં ભાગમાં દુર્વાસા, નારદ અને અગમ્ય આદિ ઋષિઓની, ૪૫મા ભાગમાં લક્ષ્મીનારાયણની, ૪૭માં ભાગમાં વિધાતાની, ૪૯માં ભાગમાં સરસ્વતીની, શારદા (પાર્વતી)ના ખંધા ભાગમાં ગણેશની, ૫૧માં ભાગમાં કમલાસનની, ૫૩માં ભાગમાં હરસિદ્ધિઓની, ૫૫મા ભાગમાં બ્રહ્મા વિષ્ણુ અને જિનેશ્વરની, ૫૭માં ભાગમાં રૌદ્રી દેવીની, ૫૯મા ભાગમા ચંડીદેવીની, ૬૧માં ભાગમાં ભૈરવીદેવીની, ૬૩મા ભાગમાં વેતાલની દૃષ્ટિ રાખવી, તે સર્વ કાર્યની સિદ્ધિ કરવાવાળી છે. ૬૩મા ભાગની ઉપર કોઈ પણ દેવની દૃષ્ટિ રાખવી નહિ. गर्भगृहमां देवोनी पद स्थापना -
गब्भगिहड्ढ-पणंसा जक्खा पढमंसि देवया बीए । जिणकिण्हरवी तइए बंभु चउत्थे सिव पणगे ||४५।। પ્રાસાદના ગભારાનો જે અર્ધ ભાગ તેના પાંચ ભાગ કરવા, તેમાં પ્રથમ ભાગમાં યક્ષને, બીજા ભાગમાં દેવીને, ત્રીજા ભાગમાં જિન, કૃષ્ણ અને સૂર્યને, ચોથા ભાગમાં બ્રહ્માને અને પાંચમા ભાગમાં શિવને સ્થાપન કરવા / ૪૫
नहु गब्भे ठाविज्जइ लिंगं गब्भे चइज्ज नो कहवि । तिलअद्धं तिलमित्तं ईसाणे किंपि आसरिओ ॥४६॥ શિવલિંગને ગર્ભ ભાગમાં સ્થાપવું નહિ, તેમ જ ગર્ભભાગને છોડવો પણ નહિ, પરંતુ તલમાત્ર અથવા અરધા તલમાત્ર ઈશાન ખૂણા તરફ રાખવું ૪૬ો. भीतनी लगोलग बिंब न स्थापवा विषे
भित्तिसंलग्गबिंब उत्तमपरिसं च सव्वहा असुहं । चित्तमयं नागार्य हवंति एए सहावेण ॥४७|| ભીંતની સાથે લાગેલું દેવબિંબ અને ઉત્તમ પુરુષોની મૂર્તિ સર્વથા અશુભ માની છે. પરંતુ ચીતરેલી નાગ આદિ દેવોની મૂર્તિ જે સ્વાભાવિક લાગેલી હોય તો તેનો દોષ નથી ૪૭ जगतीनुं स्वस्प -
जगई पासायंतरि रसगुणा पच्छा नवगुण पुरओ । । दाहिण-वामे तिउणा इअ भणिअं खित्तमज्झायं ॥४८||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org