________________
( ૨૨૪ )
वास्तुसारे दसमे भाए सुनं जक्खा गंधव्वरक्खसा जेण । हिट्ठाउ कमि ठविज्जइ सयल सुराणं च दिट्ठी अ ॥४३|| ઉપરના દશમા ભાગમાં કોઈ પણ દેવની દૃષ્ટિ રાખવી નહિ, કારણ કે ત્યાં યસ, ગાંધર્વ અને રાક્ષસોની દૃષ્ટિ છે. સર્વે દેવોની દૃષ્ટિનું સ્થાન દ્વારના નીચેના ભાગથી ગણવું છે ૪૩ | बीजा प्रकारे जिनेश्वरनुं द्दष्टिस्थान -
भागट्ठ भणंतेगे सत्तमसत्तंसि दिट्ठि अरिहंता । .. गिह देवालु पुणेवं कीरइ जह होइ वुड्ढिकरं ॥४४||
કેટલાક આચાર્યોનો મત છે કે – દ્વારાના ઉદયના આઠ ભાગ કરવા, તેમાં નીચેથી ગણતાં જે ઉપરનો સાતમો ભાગ તેના ફરી આઠ ભાગ કરવા, તેનો સાતમો ભાગ ગજાંશ તેમાં અરિહંતની દષ્ટિ રાખવી. અર્થાત દ્વારના ચોસઠ ભાગ કરીને પંચાવનમાં ભાગ ઉપર વીતરાગ દેવની દૃષ્ટિ રાખવી. આ પ્રમાણે ઘરદેરાસરમાં પણ અરિહંતની દૃષ્ટિ રાખવી કે જેથી લમી આદિની વૃદ્ધિ થાય છે૪૪ . પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે –
"आयभागे भजेद् द्वार-मष्टममूर्ध्वतस्त्यजेत् ।
सप्तमसप्तमे द्दष्टि-वृषे सिंहे ध्वजे शुभा ॥" દ્વારની ઊંચાઈના આઠ ભાગ કરીને ઉપરનો આઠમો ભાગ છોડી દેવો, પછી ઉપરનો જે સાતમો ભાગ તેના ફરી આઠ ભાગ કરીને તેના સાતમા ભાગ ઉપર દૃષ્ટિ રાખવી. અથવા સાતમા ભાગના જે આઠ ભાગ કર્યા છે, તેમાં વૃષ, સિંહ અથવા ધ્વજ આયને ઠેકાણે એટલે પાંચમે ત્રીજે અથવા પહેલે ભાગે દૃષ્ટિ રાખવી. દિ. વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં અન્ય પ્રકારે કહે છે -
___ विभज्य नवधा द्वारं तत् षड्भागानधस्त्यजेत् ।
ऊर्ध्वदौ सप्तमं तद्वद् विभज्य स्थापयेद् द्दशाम् ॥ દ્વારની ઊંચાઈના નવ ભાગ કરીને નીચેના છ ભાગ અને ઉપરના બે ભાગ છોડી દેવા, બાકી જે સાતમો ભાગ રહ્યો, તેના નવ ભાગ કરીને તેના સાતમા ભાગ ઉપર પ્રતિમાની દૃષ્ટિ રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org