________________
प्रासाद प्रकरणम्
પ્રાસાદના દ્વારના હિસાબે મૂર્તિનું મન વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં કહે છે "द्वारस्याष्टांशहीनः स्यात् सपीठः प्रतिमोच्छ्रयः ।
तत्त्रिभागो भवेत् पीठं द्वौ भागौ प्रतिमोच्छ्रयः ॥ "
પ્રાસાદના દ્વારના આઠ ભાગ કરવા, તેમાં ઉપરનો આઠમો ભાગ ઘટાડીને બાકીના સાત ભાગ જેટલી પીઠિકા (પબાસન) સાથે પ્રતિમાની ઊંચાઈ કરવી જોઈએ. તે સાત ભાગના ત્રણ ભાગ કરવા, તેમાં એક ભાગનું પબાસન અને બે ભાગની મૂર્તિ કરવી, તે ઊભી મૂર્તિ જાણવી. બેઠી મૂર્તિ રાખવી હોય તો બે ભાગનું પબાસન અને એક ભાગની મૂર્તિ કરવી.
प्रतिमानुं द्दष्टिस्थान -
( ૧૨૩ )
दसभायकयदुवारं उदुंबर - उत्तरंग मझेण ।
पढमंसि सिवदीट्ठी बीए सिवसत्ति जाणेह ||४०||
પ્રાસાદના મુખ્ય દ્વારનો જે ઉંબરો અને ઓતરંગની વચમાંના ઉદયના દશ ભાગ કરવા. તેમાં નીચેના પ્રથમ ભાગમાં મહાદેવની દૃષ્ટિ રાખવી. બીજા ભાગમાં શિવશક્તિ (પાર્વતી)ની દૃષ્ટિ રાખવી ॥ ૪૦ ॥
सयणासुर - तईए लच्छीनारायणं चउत्थे अ ।
वाराहं पंचमए छट्ठसे लेवचित्तस्स ॥४१॥
सासणसुरसत्तमए सत्तमसत्तंसि वीयरागस्स ।
चंडिय - भइरव - अडंसे नवमिंदा छत्तचमरधरा ||જા
-
;
ત્રીજા ભાગમાં શેષશાયીની દૃષ્ટિ, ચોથા ભાગમાં લક્ષ્મીનારાયણની દૃષ્ટિ, પાંચમા ભાગમાં વરાહ અવતારની દૃષ્ટિ, છઠ્ઠા ભાગમાં લેપ અને ચિત્રામની મૂર્તિની દૃષ્ટિ રાખવી ॥ ૪૧ ॥
Jain Education International
સાતમા ભાગમાં શાસનદેવ (જિનેશ્વરદેવના પક્ષ અને પક્ષિણી)ની દૃષ્ટિ, આ સાતમા ભાગના દશ ભાગ કરીને તેમાંના સાતમા ભાગ ઉપર વીતરાગ (જિનેશ્વરદેવ)ની દૃષ્ટિ, આઠમા ભાગમાં ચંડીદેવી અને ભૈરવની દૃષ્ટિ, નવમા ભાગમાં છત્ર અને ચામર ધારણ કરવાવાળા દેવોની દૃષ્ટિ રાખવી ॥ ૪૨ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org