________________
प्रासाद प्रकरणम
( રરર ) પ્રાસાદના વિસ્તારના ચોથા ભાગ જેટલી ઊંચાઈની મૂર્તિ હોય તો તે ઉત્તમ કહી છે. પરંતુ રાજપટ્ટ (સ્ફટિક), રત્ન, પ્રવાલા અથવા સોના આદિ ધાતુની મૂર્તિ તો પોતાની ઈચ્છાનુસાર માપની બનાવી શકાય તેવા વિવેકવિલાસમાં કહ્યું છે કે –
"प्रासादतुर्य भागस्य समाना प्रतिमा मता । उत्तमायकृते सा तु कार्यैकोनाधिकाङ्गुला ॥ अथवा स्वदशांशेन हीनस्याप्यधिकस्य वा ।
कार्या प्रासादपादस्य शिल्पिभिः प्रतिमा समा ॥" પ્રાસાદના વિસ્તારના ચોથે ભાગે પ્રતિમા કરવી, તે ઉત્તમ લાભની પ્રાપ્તિ માટે છે, પરંતુ ચોથા ભાગમાં એક આંગળ કમ અથવા અધિક રાખવી જોઈએ. અથવા મૂર્તિનો દશમો ભાગ મૂર્તિમાં કમ અથવા અધિક કરીને તેટલા પ્રમાણની શિલ્પકાર મૂર્તિ બનાવે. પ્રાસાદમંડનમાં કહ્યું છે કે –
तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा । । ____ मध्यमा स्वदशांशोना पञ्चांशोना कनीयसी ॥" પ્રાસાદના ગર્ભના ત્રીજે ભાગે પ્રતિમાનું માન કરવું, તે જયેષ્ઠમાનની, યેષ્ઠમાનની પ્રતિમાનો દશમો ભાગ ઘટાડીને પ્રતિમાનું માન કરવું તે મધ્યમાનની અને પાંચમો ભાગ ઘટાડીને માન કરવું તે કનિષ્ઠમાનની મૂનિ જાણવી.
મંડનસૂત્રધારકૃત દેવતામૂર્તિપ્રકરણમાં પ્રાસાદના માનથી ઊભી મૂર્તિનું માન બતાવે છે –
"एकहस्ते तु प्रासादे मूर्तिरेकादशाङ्गुला । दशाङ्गुला ततो वृद्धिर्यावद्धस्तचतुष्टयम् ॥ द्वय्मुला दशहस्तान्ता शतार्द्धान्ताऽङ्गुलस्य च ।
अतो विंशदशांशोना मध्यमार्चा कनीयसी ॥" એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં અગિયાર આંગળની ઊભી મૂર્તિ રાખવી, પછી ચાર હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી દરેક હાથે દશ દશ આંગળની વૃદ્ધિ કરીને ઊભી મૂર્તિ કરવી. પછી પાંચ હાથથી દશ હાથ સુધીના વિસ્તારવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org