________________
प्रासादप्रकरणम्
( ૧૧ ) એક દિશામાં રાખવું તથા પાટલીના મુખની પાછળના ભાગમાં ધ્વજા લગાવવી. પાટલીની જાડાઈ જણાવી નથી, પરંતુ પ્રાસાદમંડનની પ્રાચીન ભાષા ટીકામાં વિસ્તારથી અરધે ભાગે અથવા ત્રીજે ભાગે પાટલીની જાડાઈ જણાવે છે.
ध्वजानुं मान
णिप्पत्रे वरसिहरे धयहीणसुरालयम्मि असुरठिई ।
तेण धयं धुव कीरइ दंडसमा मुक्खसुक्खकरा ॥३५॥
સંપૂર્ણ બનેલા દેવમંદિરના સુંદર શિખર ઉપર ધજા ન હોય તો તે દેવમંદિરમાં અસુરોનો નિવાસ થાય છે. તે માટે મોક્ષના સુખને આપનારી દંડની બરાબર લાંબી ધ્વજા અવશ્ય રાખવી જોઈએ ૩૫।।
પ્રાસાદમંડનમાં કહ્યું છે કે
ध्वजादण्डप्रमाणेन दैर्ध्याऽष्टांशेन विस्तरा ।
नानावर्णा विचित्राद्या त्रिपञ्चाग्रा शिखोत्तमा ॥ "
ધ્વજાદંડની લંબાઈ જેટલી લાંબી અને દંડના આઠમા ભાગ જેટલી પહોળી અનેક વર્ષોના વસ્ત્રોથી સુશોભિત કરવી. ત્રણ પાંચ આદિ એકી પાટની શિખાવાળી
એવી ધ્વજા ઉત્તમ છે.
દ્વારનું, પ્રમાણ
पासायस्स दुवारं हत्थंपइ सोलसंगुलं उदए ।
* जा हत्थ चउक्का हुंति तिग दुग वुड्ढि कमाडपन्नासं ||३६||
પ્રાસાદના દ્વારનો ઉદય એક હાથના વિસ્તારવાળા પ્રાસાદથી ચાર હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી પ્રત્યેક હાથે સોળ સોળ આંગળની વૃદ્ધિ કરીને કરવો. જેમકે– એક હાથના પ્રાસાદના દ્વારનો ઉદય સોળ આંગળ, બે હાથના પ્રાસાદના દ્વારનો ઉદય બત્રીશ આંગળ, ત્રણ હાથના પ્રાસાદના દ્વારનો ઉદય અડતાળીસ આંગળ અને ચાર હાથના પ્રાસાદના દ્વારનો ઉદય ચોસઠ આંગળનો કરવો. પછી અનુક્રમે ત્રણ ત્રણ અને બે બે આંગળ વધારીને પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદના દ્વારનો ઉદય કરવો ।।૩૬।ા
*नवपंचमवित्थारे अहवा पिहुलाउ दुणुदये । "इति पाठान्तरे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org