________________
( ૨૨૮).
वास्तुसारे ખુરશિલાથી શિખરના કલશ સુધીની ઊંચાઈના ત્રણ ભાગ કરવા. તેમાંથી એક ભાગ જેટલો લાંબો ધ્વજાદંડ કરવો, તે યેષ્ઠમાનનો ધ્વજાદંડ થાય. જયેષ્ઠમાનનો આઠમો ભાગ માનમાંથી ઘટાડીએ તો મધ્યમ માનનો અને ચોથો ભાગ ઘટાડીએ તો કનિષ્ઠમાનનો ધ્વજાદંડ થાય. બીજા પ્રકારે ધ્વજાદંડની ઊંચાઈનું માન.
"प्रासादव्यासमानेन दण्डो ज्येष्ठः प्रकीर्तितः।
मध्यो हीनो दशांशेन पञ्चमांशेन कन्यसः॥" પ્રાસાદના વિસ્તાર જેટલો લાંબો ધ્વજાદંડ કરવો તે યેષ્ઠમાનનો, જયેષ્ઠમાનનો દશમો ભાગ જ્યેષ્ઠમાનમાંથી ઘટાડીને દંડની લંબાઈ કરવામાં આવે તે મધ્યમમાનનો અને પાંચમો ભાગ ઘટાડીને લંબાઈ કરવામાં આવે તે કનિષ્ઠમાનનો ધ્વજાદંડ કહેવાય.*
ધ્વજાદંડના પર્વ (ખંડ) અને ચૂડીની સંખ્યા - “पर्वभिविषमैः कार्यः समग्रंथी सुखावहः"
ધ્વજાદંડમાં પર્વ (ખંડ) વિષય સંખ્યામાં રાખવા અને ચૂડીઓ સમસંખ્યામાં રાખવી, તે સુખકારક છે. ધ્વજાદંડની પાટલીનું માને –
“दण्डदैर्ध्यषडांशेन मर्कटय्र्द्धन विस्तृता ।
अर्द्धचन्द्राकृतिः पार्श्वे घण्टोघे कलशस्तथा ॥" દંડની લંબાઈના છઠ્ઠા ભાગ જેટલી લાંબી મર્કટી (પાટલી) કરવી, તે લંબાઈથી અરધી વિસ્તારમાં કરવી. પાટલીના મુખભાગમાં બે અદ્ધ ચંદ્રનો આકાર કરવો. પાટલીના બન્ને પડખે ઘંટડીઓ લગાવવી અને મથાલે કલશ રાખવો. અચંદ્રના આકારવાળો ભાગ પાટલીનું મુખ જાણવું. આ પાટલીનું મુખ અને પ્રાસાદનું મુખ
* સોમપુરાઓ ધ્વજાદંડનાં સાલનું માપ જુદું કરે છે. તેઓ કહે છે કે– દંડ જેટલો બહાર દેખાય તે જ ઠીક ઉદય ગણાય અને સાલ છે, તે શિખરમાં બેસાડેલું હોવાથી દેખાતું નથી, જેથી તે ઉદયના માપમાં ગણવામાં આવતું નથી. આ યુકિત સંગત છે, છતાં તે સંબંધી અનુભવ કરવા ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org