________________
प्रासाद प्रकरणम्
( ૧૭ ) હાથના પ્રાસાદમાં સવા આંગળ, ઈત્યાદિ કમે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં પોણા તેર આંગળનો કનકપુરુષ બનાવવો ૩૩યા દવનતંડનું માન--
इग हत्थे पासाए दंडं पउणंगुलं भवे पिंडं । अद्धंगुलवुड्ढिकमे जाकरपन्नास कनुदए ॥३४॥
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં ધ્વજાદંડની જાડાઈ પોણા આગળની કરવી. પછી પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આંગળની વધારે જાડાઈ કરવી જેમકે- બે હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા આંગળ ની, ત્રણ હાથના પ્રાસાદમાં પોણા બે આંગળની, ચાર હાથના પ્રાસાદમાં સવા બે આંગળની, પાંચ હાથના પ્રાસાદમાં પોણા ત્રણ આંગળની, ઈત્યાદિ અનુક્રમે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા પચીસ આંગળની જાડાઈનો ધ્વજાદંડ કરવો. કર્ણ (ખૂણા)ના ઉદય જેટલો લાંબો ધ્વજાદંડ કરવો ૩૪
કે
પ્રાસાદમંડનમાં ધ્વજાદંડની જાડાઈનું માન બતાવે છે –
“एकहस्ते तु प्रासादे दण्डः पादोनमङ्गुलम् ।
कुर्यादद्धार्चुला वृद्धि-र्यावत् पञ्चाशद्धस्तकम् ॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં પોણા આગળનો જાડો ધજાગરો કરવો. પછી પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આંગળની જાડાઈમાં વૃદ્ધિ કરવી, તે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી કરવી ધ્વજાદંડની ઊંચાઈનું માને –
दण्डः कार्यस्तृतीयांशः शिलातः कलशावधिम् । मध्योऽष्टांशेन हीनांशो ज्येष्ठात् पादोनः कन्यसः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org