________________
- प्रासाद प्रकरणम्
प्रासाद प्रकरणम्
( ૨૨ ) आमलसार कलशनी स्थापना विधि--
आमलसारयमज्झे चंदणखट्टासु सेयपट्टचुआ । तस्सुवरि कणयपरिसं घयपूरतओ य वरकलसो ॥२७|| આમલસાર કલશને શિખર ઉપર સ્થાપીને તેમાં રેશમની શય્યા સાથે ચંદનનો પલંગ રાખવો, તેની ઉપર કનકપુરુષ (સોનાનો પ્રાસાદપુરુષ) રાખવો અને પાસે ઘીથી ભરેલો શ્રેષ્ઠ કલશ રાખવો. આ કિયા શુભ દિવસે આમલસારને શિખર ઉપર ચડાવ્યા પછી કરવી. आमलसार कई चीजनो बनाववो
पाहणकट्ठिट्टमओ जारिसु पासाउ तारिसो कलसो । -- जहसत्ति पइट्ठ पच्छा कणयमओ रयणजडिओ अ ॥२८॥
પથ્થર, કાષ્ઠ અથવા ઈટ તેમાંથી જે જે ચીજનો પ્રાસાદ બનેલો હોય, તે તે ચીજનો આમલસાર કલશ કરવો જોઈએ. અર્થાત પ્રાસાદ પથ્થરનો બનેલો હોય તો આમલસાર પણ પથ્થરનો, લાકડાનો બનેલો હોય. તો આમલસાર પણ લાકડાનો અને ઈટનો બનેલો હોય તો આમલસાર પણ ઈટનો કરવો જોઈએ. પરંતુ પ્રતિષ્ઠા થયા પછી પોતાની શકિત અનુસાર સોનાથી અથવા રત્નથી જડી શકાય છે ર૮ शुकनाश, मान--
छज्जाउ जाव कंधं इगवीस विभाग करिवि तत्तो अ । नवआइ जाव तेरस दीहुदये हवइ सउणासो ॥२९॥ છજાથી શિખરના ખંધા સુધીની ઊંચાઈના એકવીસ ભાગ કરવા, તેમાંથી નવ, દશ, અગિયાર, બાર અથવા તેર ભાગ બરાબર ઉદયમાં શુકનાશ કરવો પુરા
उदयद्धि विहिअ पिंडो पासायनिलाडतिकं च तिलउच्च ।
तस्सुवरि हवइ सीहो मंडपकलसोदयस्स समा ॥३०॥ શુકનાશના ઉદયથી અરધો શુકનાશનો વિસ્તાર કરવો. આ શુકનાશને પ્રાસાદના લલાટ ત્રિકનું તિલક માનવામાં આવે છે. તેની ઉપર સિંહ રાખવો, તે મંડપના
કલશના ઉદય બરોબર રાખવો, અર્થાત્ મંડપના કલશની ઊંચાઈ શુકનાશના સિંહથી , અધિક રાખવી નહિ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org