________________
(૨૨૨ )
वास्तुसारे इच्चाइ खबाणते पडिहत्थे चउदसंगुलविहीणा । इअ उदयमाण भणियं अओ य उड्ढं भवे सिहरं ॥२२॥ પાંચ હાથથી અધિક છથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ ચૌદ ચૌદ આંગળ કમ કરવો જોઈએ અર્થાત પાંચ હાથથી અધિક વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ કરવી હોય તો પ્રત્યેક હાથ દશ દશ આગળની વૃદ્ધિ કરીને ઊંચાઈ કરવી જેમકે – છ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૫ હાથ અને ૧૧ આંગળ, સાત હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૫ હાથ અને ૨૧ આંગળ, આઠ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૬ હાથ અને ૭ આંગળ ઈત્યાદિ અનુક્રમે દશ દશ આંગળ વધારતાં પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ૨૩ હાથ અને ૧૯ આંગળ થાય છે. આ પ્રાસાદનું ઉદયમાન કહ્યું. તેની ઉપર શિખર કરવું. પરરા પ્રાસાદ મંડનમાં બીજા પ્રકારે કહે છે –
“पञ्चादिदशपर्यन्तं त्रिंशद्यावच्छतार्द्धकम् ।
हस्ते हस्ते क्रमाद् वृद्धि-मनुसूर्या नवाङ्गुला ॥" પાંચથી દશ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ ચૌદ ચૌદ આંગળની, અગિયારથી તીસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ બાર બાર આંગળની અને એકત્રીશથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનો ઉદય કરવો હોય તો પ્રત્યેક હાથ નવ નવ આંગળની વૃદ્ધિ કરીને ઉદય કરવો. शिखरोनी ऊंचाई--
दुणु पाऊणु भूमजु नागरु सतिहाउ दिवड्दु सप्पाउ । दाविडसिहरो दिवड्ढो सिरिवच्छो पऊणदूणो अ ॥२३|| પ્રાસાદના માનથી ભૂમજ જાતિના શિખરનો ઉદય બમણો અથવા પોણા બે ગુણો (૧), નાગર જાતિના શિખરનો ઉદય પ્રાસાદનો ત્રીજો ભાગ મેળવીને, દોઢો (૧પ) અથવા સવાયો (૧). દ્રાવિડ જાતિના શિખરનો ઉદય દોઢો (૧) અને શ્રીવત્સ શિખરનો ઉદય પોણા બે ગુણો (૧) કરવો પર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org