________________
प्रासाद गभारो अने भीतनुं मान
–
पासायस्स पमाणं गणिज्ज सह भित्तिकुंभगथराओ ।
तस्स य दस भागाओ दो दो भित्ती हि रसगब्भे ॥२०॥
प्रासाद प्रकरणम्
પ્રાસાદનું પ્રમાણ ભીંતથી બહાર કુંભાના ઘર સુધી જાણવું. જે માન આવે તેના દશ ભાગ કરવા, તેમાંથી બે બે ભાગની ભીંત અને છ ભાગનો ગભારો કરવો ।।રના
વસુનન્દિ પ્રતિષ્ઠાસારમાં બીજી રીતે કહે છે
प्रासादना उदयनुं प्रमाण
-
“क्षेत्रमष्टपदं कृत्वा तत्र गर्भं चतुष्पदम् ।
द्विपदो भित्ति विस्तारः तत्समो जलपट्टकाः ॥ "
પ્રાસાદના માનના આઠ ભાગ કરવા, તેમાં ચાર ભાગનો ગભારો કરવો અને બે ભાગની ભીંતો કરવી અને બે ભાગનો જલપટ કરવો.
Jain Education International
( ૧૧ )
इग दु ति चउ पण हत्थे पासाइ खुराउ जा पहारु थरो ।
नव सत्त पण ति एगं अंगुलजुत्तं कमेणुदयं ||२१||
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ એક હાથ અને નવ આંગળ, બે હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ બે હાથ અને સાત આંગળ, ત્રણ હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ત્રણ હાથ અને પાંચ આંગળ, ચાર હાથના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ ચાર હાથ અને ત્રણ આંગળ, પાંચ હાથના વિસ્તારવાલા પ્રાસાદની ઊંચાઈ પાંચ હાથ અને એક આંગળ, આ પ્રમાણે ખુરાથી લઈ પહારૂ થર સુધી ઊંચાઈ જાણવી ર૧૫
પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે---
"हस्तादिपञ्चपर्यन्तं विस्तारेणोदयः समः I
स क्रमाद् नवसप्तेषु - रामचन्द्राङ्गुलाधिकम् ॥”
એકથી પાંચ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદની ઊંચાઈ વિસ્તારની બરાબર કરવી, પણ તેમાં અનુક્રમે નવ, સાત, પાંચ, ત્રણ અને એક આંગળ વધારે કરવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org