________________
वास्तुसारे उत्तरदिसि सप्पण्हे दिअवरसल्लं कडिम्मि रोरकरं ।
पप्पण्हे गोसल्लं सड्ढकरे धणविणासमीसा ||१६||
પ્રશ્નાક્ષર “” આવે તો ઉત્તર દિશામાં ભૂમિની અંદર કમ્મર બરાબર નીચે બ્રાહ્મણનું શલ્ય જાણવું. તે રહી જાય તો ઘરધણીને દરિદ્ર કરે. પ્રહ્માક્ષર “પ” આવે તો ઈશાન કોણમાં દોઢ હાથ નીચે ગાયનું શલ્ય જાણવું. તે રહી જાય તો ધનનો નાશ કરે ।।૧૬।।
जप्पण्हे मज्झगिहे अइच्छारकवालके सबहुसल्ला ।
वच्छच्छलप्पमाणा पाएण य हुंति मिच्चुकरा ||१७||
પ્રશ્નાક્ષર 'જ' આવે તો ભૂમિનાં મધ્ય ભાગમાં છાતી બરાબર નીચે અધિક ક્ષાર, કપાલ, કેશ આદિ અનેક પ્રકારનું શલ્ય સમજવું, તે રહી જાય તો ઘરધણીનું મરણ
કરે ।।૧૭ના
( ૮ )
इअ एवमाइ अन्नेवि जे पुव्वगयाई हुंति सल्लाई ।
ते सव्वेवि य सोहिवि वच्छबले कीरए गेहं [[]]
ઉપર કહ્યા પ્રમાણે અથવા બીજા કોઈ જાતનાં શલ્ય જોવામાં આવે તો તે બધાંને કાઢી નાંખીને ભૂમિને શુદ્ધ કરવી, પછી વત્સનું શુભ બલ જોઈને મકાન આદિ બનાવવું ।।૧૮।।
વિશ્વકર્મપ્રકાશમાં કહ્યું છે કે
जलान्तं प्रस्तरान्तं वा पुरुषान्तमथापि वा ।
क्षेत्रं संशोध्य चोद्धृत्य शल्यं सदनमारभेत् ॥
પાણી અથવા પથ્થર નીકળે ત્યાં સુધી અથવા એક પુરુષ પ્રમાણ ખોદીને શલ્યને કાઢી નાંખવું અને ભૂમિને શુદ્ધ કરવી, પછી તે ભૂમિ ઉપર મકાન આદિ બનાવવાનો આરંભ કરવો.
વૃત્ત ---
तंजा - कन्नाइतिगे पुव्वे वच्छो तहा दाहिणे धणाइतिगे । पच्छिमदिसि मिणतिगे मिहुणतिगे उत्तरे हवइ
||8||
જ્યારે સૂર્ય કન્યા તુલા અને વૃશ્વિક રાશિનો હોય ત્યારે વત્સનું મુખ પૂર્વ દિશામાં, ધન મકર અને કુંભ રાશિનો હોય ત્યારે વત્સનું મુખ દક્ષિણ દિશામાં, મીન મેષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org