________________
(806)
वास्तुसारे
પ્રાસાદમંડનમાં નાગરાદિ ચાર પ્રકારના મંડોવરનું સ્વરૂપ કહ્યું છે તેમાં પ્રથમ નાગર જાતિના મંડોવરનું સ્વરૂપ-
" वेदवेदेन्दुभक्ते तु छाद्यान्तो पीठमस्तकात् । खुरकः पञ्चभागः स्याद् विंशतिः कुम्भकस्तथा ॥ कलशोऽष्टौ द्विसार्द्ध तु कर्त्तव्यमन्तरालकम् । कपोतिकाष्टौ मञ्ची च कर्त्तव्या नवभागिका ॥ त्रिंशत्पञ्चयुता जङ्घा तिथ्यंशा उद्गमो भवेत् । वसुभिर्भरणी कार्या दिग्भागैश्च शिरावटी ॥ अष्टांशोर्ध्वा कपोताली द्विसार्द्धमन्तरालकम् । छाद्यं त्रयोदशांशैश्च दशभागैर्विनिर्गमम् ॥"
પ્રાસાદના પીઠની ઉપરથી છાઘના અંત્ય ભાગ સુધી મંડોવરના ઉદયના ૧૪૪ ભાગ કરવા, તેમાં પ્રથમ નીચેથી પાંચ ભાગનો ખુરો, વીસ ભાગનો કુંભ, આઠ ભાગનો કલશ, અઢીં ભાગનો અંતરાળ (અંતરપત્ર અથવા પુષ્પકંઠ), આઠ ભાગની કપોતિકા (કેવાળ), નવ ભાગની મંચી, પાંત્રીશ ભાગની જંઘા છાજલી સાથે, પંદર ભાગનો ઉદગમ (ઉરુર્ગંધા), આઠ ભાગની ભરણી, દશ ભાગની શિરાવી, આઠ ભાગની કપોતાલિ (કેવાળ), અઢી ભાગતો પુષ્પકંઠ અને તેર ભાગનું છજ્જુ છાઘ સાથે છે. છજ્જાનો નિર્ગમ (નીકાળો) દશ ભાગ કરવો.
મેરુ જાતિના મંડોવરનું
Jain Education International
સ્વરૂપ-
" मेरुमंडोवरे मञ्ची भरण्यूर्ध्वेऽष्टभागिका । पञ्चविंशतिका जंघा उद्गमश्च त्रयोदशः ॥ अष्टांशा भरणी शेषं पूर्ववत् कल्पयेत् सुधीः ।
મેરુ જાતિના પ્રાસાદના મંડોરવમાં મંચી અને ભરણીની ઉપર શિરાવટી એ બન્ને આઠ આઠ ભાગની કરવી. બંધા પચીસ ભાગની, ઉરુંધા તેર ભાગની અને ભરણી આઠ ભાગની કરવી. બાકીના થરોના ભાગ નાગર જાતિના મંડોવરની માફક જાણવા. મેરુજાતિના મંડોવરના કુલ ૧૨૯ ભાગ કરવા.
સામાન્ય મન્ડોવરનું સ્વરૂપ-
"सप्तभागा भवेन्मञ्ची कूटं छाद्यस्य मस्तके ॥ षोडशांशाः पुनर्जङ्घा भरणी सप्तभागिका ।
For Private & Personal Use Only
www.jainelibrary.org