________________
प्रासाद प्रकरणम्
( ૨૧ ) शिरावटी चतुर्भागा पदः स्यात् पञ्चभागिकः ॥ सूर्यांशैः कूटछाद्यं च सर्वकामफलप्रदम् ।।
कुम्भकस्य युगांशेन स्थावराणां प्रवेशकम् ॥ સામાન્ય મંડોવરમાં મંચી સાત ભાગની કરવી. છાઘની ઉપર કુટ કરવા. જંઘા સોલા ભાગની, ભરણી સાત ભાગની, શિરાવટી ચાર ભાગની, કેવાળ પાંચ ભાગની અને છજા બાર ભાગના કરવા. બાકીના થરોનું માન મેર જાતિના અથવા નાગર જાતિના મંડોવરની માફક જાણવું. આ મંડોવર સર્વ ઈચ્છિત ફલને આપનારો છે. પ્રકારાનરે મંડોવરનું સ્વરૂપ
"पीठतश्छाद्यपर्यन्तं सप्तविंशतिभाजितम् । द्वादशानां खुरादीनां भागसंख्या क्रमेण च ॥ स्यादेकवेदसार्धा -सार्द्धसार्धाष्टभिस्त्रिभिः।
सार्द्धसार्द्धार्द्धभागैश्च द्विसार्द्धमंशनिर्गमम् ॥" પ્રાસાદપીઠની ઉપરથી છાદ્યના અન્ય ભાગ સુધી મંડોવરના ઉદયના સત્તાવીસ ભાગ કરવા, તેમાં ખુર આદિ બાર થરોની ભાગ સંખ્યા અનુક્રમે આ પ્રમાણે છેખુરો એક ભાગ કુંભ ચાર ભાગ, કલશ દોઢ ભાગ, પુષ્પકંઠ અદ્ઘભાગ, કેવાળ દોઢ ભાગ, મચી દોઢ ભાગ, જંધા આઠ ભાગ, ઉર્ધા ત્રણ ભાગ, ભરણી દોઢ ભાગ, કેવાળ દોઢ ભાગ, પુષ્પકંઠ અર્ધો ભાગ, અને છજ્જા અઢી ભાગ, આ પ્રમાણે કુલ ૨૭ ભાગ મંડોવર જાણવા. છજા તો નિર્ગમ એક ભાગ કરવો+
+ અમદાવાદ નિવાસી મિસ્ત્રી જગન્નાથ અંબારામ સોમપુરાએ બૃહન્શિલ્પ શાસ્ત્ર નામની એક અશુદ્ધ પુસ્તક છાપી છે, તેના પ્રથમ ભાગમાં સામાન્ય મંડોવર અને પ્રકારાન્તર મંડોવરના ભાગો મૂળ લોક પ્રમાણે નથી. જેમકે – મૂલશ્લોકમાં “શિરાવટી ચતુર્ભાગા છે, તેનો અર્થ મિસ્ત્રીજી ભાગ આઠની સરાવટી કરવી કરે છે. પ્રકારાનર એટલે બીજી જાતનો મંડોવર છે તેને મિસ્ત્રીજી પ્રાકૃત મડોવરનું નામ લખે છે, તેમાં ચાર ભાગનો કુમ્ભ અને એક ભાગનો ખરો છે, તે ઠેકાણે મિસ્ત્રીજી કુમ્ભો ભાગ ચારનો કરવો તેમાં એક ભાગનો ખુરો કરવો, લખે છે, હિસાબે ર૬ ભાગ થાય છે, પોતે ભાષાંતરમાં પણ ૨૬ ભાગ જણાવે છે. ત્યારે મૂલશ્લોકમાં બાર થરોના ર૬ ભાગ છે. મિસ્ત્રીજી નકશામાં તેર થર અને ૨૭ ભાગ લખે છે. ભાષાંતરમાં પોતે છાજુ ભાગ અઢીનું કરવું લખે છે અને નકશામાં બે ભાગનું છાજે બતાવે છે. આ પ્રમાણે પોતાના પુસ્તકમાં ઘણે ઠેકાણે ભૂલો કરી છે, તેના સમાધાન માટે પત્ર દ્વારા પુછાવ્યું પણ સંતોષદાયક ઉત્તર મળ્યો નહિ.
તેર થરમાંથી કયો થર નહિ લેવો તેનો ખુલાસો ગ્રંથકાર કરતા નથી, પણ મેં અનુભવી મિસ્ત્રીને સાથે રાખી, પ્રાચીન મંદિરો જોઈ અને અનુભવ કરી શિરાવટીનો થર કેટલાક પ્રાચીન મંદિરોમાં જોવામાં આવ્યો નહિ, જેથી મેં પણ શિરાવટી નો થર આપેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org