________________
-
-
( ૧૮ )
वास्तुसारे પ્રથમ મધ્યમાં સોના અથવા ચાંદીની કુર્મશિલા સ્થાપીને, પછી આઠ ખુરશિલાઓ ઈશાન કોણ અને અગ્નિકોણના અનુક્રમે સૃષ્ટિક્રમે સ્થાપન કરવી, તે દરેક શિલાઓ સ્થાપન કરતી વખતે ગીત વાજિંત્રની માંગલિક ધ્વનિ કરવો. ભિટ્ટનું પ્રમાણ પ્રાસાદમંડનમાં બતાવે છે કે –
"शिलोपरि भवेद् भिट्ट-मेकहस्ते युगाङ्गुलम् ।
अर्धाङ्गुला भवेद् वृद्धि-र्यावद्धस्तशतार्द्धकम् ॥ પ્રાસાદને ધારણ કરનારી શિલાની ઉપર ભિટ્ટ રાખવો, તે એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને ભિટ્ટનો ઉદય ચાર આંગળ રાખવો. તે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી પ્રત્યેક હાથે અરધા અરધા આગળની વૃદ્ધિ કરીને ભીટનો ઉદય કરવો. બીજા પ્રકારે ભીટનું માન બતાવે છે કે
"अङ्गुलेनांशहीनेन अर्द्धनाढेन च क्रमात् ।
पञ्चदिग्विंशतिर्यावच्छतार्द्ध च विवर्द्धयेत् ॥" એકથી પાંચ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદને એક એક આંગળની વૃદ્ધિ કરીને, છથી દશ હાથ સુધી વિસ્તારવાળાને અરધા અરધા આગળની વૃદ્ધિ કરીને, અગિયારથી વીશ હાથ સુધીના વિસ્તારવાળાને પા પા આગળની વૃદ્ધિ કરીને અને એકવીસથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદને અરધો પા આગળની અર્થાત્ એક એક જવની વૃદ્ધિ કરીને ભીટનો ઉદય કરવો.
“एकद्वित्रीणि भिट्टानि हीनहीनानि कारयेत् ।
स्वस्वोदयप्रमाणस्य चतुर्थांशेन निर्गमः ॥" । પ્રાસાદને એક બે અથવા ત્રણ ભીટ કરવાં. તેમાં પણ પ્રથમના ભીટના ઉદયથી બીજા ભીટનો ઉદય હીન કરવો અને ત્રીજા ભીટનો ઉદય બીજા ભીટના ઉદયથી ઓછો કરવો. તથા પોતપોતાના ભીટના ઉદયના ચોથે ભાગે ભીટનો નિર્ગમ કરવો. प्रासादनी पीठनुं मान
पासायाओ अद्धं तिहाय पायं च पीढ-उदयो अ । तस्सद्धि निग्गमो होइ उववीढु जहिच्छमाणं तु ॥३||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org