________________
૬૧
પત્રસુધા
૭૩
અગાસ, તા. ૨૯-૧૦–૩૩ જે જે પુદ્ગલ ફરસના, નિચ્ચે ફરસે સોય; મમતા-સમતા ભાવસે, કર્મ બંધ-ક્ષય હોય, વીતી તાહિ વિચાર કે, આગેકી શ્ધ લે;
જ બની આવે સહેજમેં, તાહિમેં ચિત્ત દે. પ્રારબ્ધ પ્રમાણે કુળ, જ્ઞાતિ, ગામ આદિ જેમ પ્રાપ્ત થયાં છે તેમ ધન, સંપત્તિ, સુખ, દુઃખ આદિ પણ પ્રાપ્ત થાય છે. તેને અંગે ધંધા આદિ કારણે સંસ્કાર અનુસાર ચેતન-અચેતન પદાર્થોના પ્રસંગમાં જીવ આવે છે. પરંતુ નવીન કર્મને બંધ પિતાના વર્તમાન ભાવ-પરિણામ ઉપર આધાર રાખે છે. જે શુભ ભાવ–સદાચરણના, ન્યાયનીતિના કે પરોપકારના–વર્તતા હોય તે જીવ પુણ્ય બાંધે છે, તેમ જ ઈર્ષા, અદેખાઈ, પરનું અહિત કરવાના, પાપ-આચરણના, સાંસારિક જોગ ભોગવવાના ભાવ વર્તતા હોય છે તેથી પાપ બંધાય છે. આમ પુણ્ય-પાપ બાંધી તેનાં ફળ સુખદુઃખ ઉદયમાં આવે છે ત્યારે તે જીવ ભોગવે છે. વળી પાછો ભોગવતાં જેવા ભાવ કરે છે તેવાં કર્મ બાંધે છે. એમ અનાદિકાળથી સંસાર-પરિભ્રમણમાં જીવ ભમે છે. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું છે –
બ્ધી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મિક્ષસ્વભાવ.” આટલી એક ગાથામાં આખું સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાનું સ્વરૂપ પણ સાથે આવી જાય છે, પરંતુ ગ્યતા પ્રમાણે સમજાવા ગ્ય છે.
આસો વદ ૧ આત્મસિદ્ધિને જન્મદિવસ છે. તે દિવસે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે આત્મસિદ્ધિમાં ચૌદપૂર્વને સાર છે, આખો આત્મા પ્રકાશ્ય છે પણ તેનું માહામ્ય શી રીતે સમજાય? પહેલી તે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા જોઈએ. તે પરમપુરુષ ઉપર દઢ વિશ્વાસ આવી જાય તે પણ આ ભવમાં કામ થઈ જાય. તે પુરુષ-પ્રતીતિથી તેના વચનની પ્રતીતિ આવે અને ઉપશમ, ત્યાગ, વૈરાગ્યનું બળ વધે તેમ જીવની યોગ્યતા આવે એટલે આત્મસ્વરૂપનું ભાન પણ થાય. બંધ અને વૈરાગ્યની જીવન જરૂર છે, તેને માટે સત્સંગ, સપુરુષને સમાગમ અને તેની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. ભક્તિના વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે જે કંઈ મુખપાઠ કરવાનું કે
સ્મરણ વગેરે નિત્યનિયમ તરીકે કરવા ગ્ય કહ્યું છે તે અવશ્ય કરવું. પ્રમાદ જે કેઈ શત્રુ નથી માટે રાતદિવસના ચોવીસ કલાકમાંથી ધર્મકાર્ય માટે અમુક કાળ અવશ્ય કાઢો અને આપણી સાથે હોય તેમને પણ ધર્મકાર્યમાં જોડવા એ સ્વપરહિતનું કારણ છે. કામધંધામાંથી જે વખત બચે તે નાટક, સિનેમા કે પત્તા-પાટ વગેરે રમતમાં તથા નકામી વાતમાં વહી જવા દે યોગ્ય નથી. મનુષ્યભવ બહુ દુર્લભ છે. મેક્ષ પામવા યેગ્ય એક મનુષ્યગતિ જ છે અને તે વારંવાર પ્રાપ્ત થતી નથી, એમ વિચારી પરમકૃપાળુ દેવનાં વચને પરિચય વિશેષ રાખો. જેમ વાછડું ગાય પાછળ ધાવવા ફરે તેમ સહુરૂષનાં વચને પ્રત્યે પ્રેમ-પ્રતીતિ રાખી તેનું જેટલું વિશેષ સેવન થશે તેટલે આત્મા વિશેષ પિપાશે.