SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ બધામૃત આપને દર્શન-સમાગમની ભાવના રહે છે તે સારી છે. કર્મના ઉદયે ક્ષેત્ર-ફરસના હોય ત્યાં રહેવું, જવું, આવવું થાય છે પરંતુ ભાવ પિતાના હાથમાં છે. જેમ બેટા બેટા ! વિચાર મનમાં આવે છે તેમ જે મનને સારા સારા ભાવમાં રાખવાને અભ્યાસ કરીએ તે. સારા ભાવમાં પણ તે રહે. તેથી જેને આત્માનું કલ્યાણ કરવું છે તેણે તે મનને સદ્ગુરુએ બતાવેલા સાધનમાં રોકવાને અભ્યાસ કર્તવ્ય છે. આડાઅવળી મન ભટકતું હોય તેને મંત્રના સ્મરણમાં કે વીસ દેહરામાં, ક્ષમાપનાના પાઠમાં, આત્મસિદ્ધિમાં કે છપદના પત્રમાં રોકવું ધારીએ તે તેમાં તે રોકાય છે માટે મનને વીલું મૂકવા જેવું નથી. નવરું રહે તે નખોદ વાળી નાખે તે તેને સ્વભાવ છે. સત્સંગ સમાગમને જોગ હોય ત્યારે સહેજે સારાં નિમિત્તો મળતાં રહે છે, પણ તે જેમ ન હોય ત્યારે પુરુષનાં કહેલાં વચન સત્સંગતુલ્ય જાણું અત્યંત ભાવથી વિચારવા યોગ્ય છે, વારંવાર ફેરવવા લાગ્યા છે, તેમાં જણાવેલી ભાવનામાં મનને રાખવા યોગ્ય છે, તથા પાંચ ઇન્દ્રિયના વિષયો ઉપરની આસક્તિ ઘટાડવા યેગ્ય છે, કારણ કે ઈદ્રિ પુદ્ગલને પરિચય કરાવી જીવને પુદ્ગલાનંદી બનાવી દે છે. અનાદિકાળથી જીવને પુદ્ગલને પરિચય ઇદ્રિ દ્વારા થયા કર્યો છે અને પુદ્ગલની પ્રાપ્તિમાં હર્ષશેક જીવ કર્યા કરે છે તેથી પિતાના સ્વભાવને જીવ ભૂલ્યા છે. આ આંટી ઉકેલી જીવને આત્માનંદી બનાવવા માટે સરુના બંધની અને સમજણની જરૂર છે. સદ્ગુરુકૃપાએ જીવની રુચિ બદલાય અને આત્મા ઉપર પ્રેમ, પ્રતીતિ અને આનંદ આવે તે તેને પુદ્ગલાનંદી સ્વભાવ બદલાઈ જાય અને સમ્યકત્વ પામે. આટલું થાય તે આ ભવ સફળ થય ગણવાયેગ્ય છે, રત્નચિંતામણિ ગણવા ગ્ય છે; અને તેમ ન બન્યું તે આ મનુષ્યભવ કેડીની કિંમતને પણ ગણવા ગ્ય નથી. કારણ કે આ દેહે ગમે તેટલી ધન-સંપત્તિ મેળવી હશે તો પણ બધી અહીં જ મૂકી પરભવમાં કરેલાં કર્મ ભેગવવા એકલા જવું પડશે. કશું સાથે જનાર નથી. માટે ચેતી લેવા જેવું છે. આ મનુષ્યભવની સામગ્રી જેવીતેવી નથી. દેવતા પણ ઈચ્છે છે કે મનુષ્યભવ ક્યારે મળે અને મોક્ષને માટે પુરુષાર્થ કરવાને લાગ મળે. એવી દુર્લભ જોગવાઈ આ આપણને મળી છે તે થાં ખાંડવામાં, વિષયકષાયના નિમિત્તમાં નકામી વહી જાય છે તે નિરર્થક વહી જવા દેવા ગ્ય નથી. કાળનો ભરોસો નથી, લીધે કે લેશે થઈ રહ્યું છે માટે ધર્મનું આરાધન જેટલું બને તેટલું કરી લેવા ગ્ય છે). વિનય, ભક્તિ અને આજ્ઞાપૂર્વક સદાચરણમાં વર્તવું એ ઉત્તમ ઉપાય છે. આત્મકલ્યાણ સાધવાને આ અવસર જે જીવ ચૂક્યો તે ફરી આવે અવસર પ્રાપ્ત થ દુર્લભ છે. કાગડા-કૂતરાના જેવા ભવમાં પછી કંઈ નહીં બની શકે. માટે પ્રમાદ તજી જાગ્રત થવા યંગ્ય છે. વૃદ્ધાવસ્થામાં પછી કંઈ નહીં બની શકે. વ્યાધિની વેળાએ કે મરણની વેદનામાં ધારેલું કંઈ બનતું નથી. પણ જ્યાં સુધી શરીર-ઇદ્રિયે સશક્ત છે ત્યાં સુધી જ ધર્મનું પણ કામ કરવું હોય તે થાય છે, માટે ધન આદિ કરતાં ધર્મની વિશેષ કાળજી રાખી આત્મકલ્યાણ માટે રેજ અમુક વખત ગાળવાને નિત્યનિયમ રાખવો ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy