________________
પત્રસુધા કળિકાલ કે દુષમકાલમાં નિમિત્ત તો જીવને ધર્મથી દૂર લઈ જાય તેવાં સહેજે મળે છે પણ જે જીવને કલ્યાણ કરવાની ભાવના જાગી છે તેણે તેવાં નિમિત્તોમાં નછૂટકે વર્તવું પડતું હોય છતાં સત્પરુષને સમાગમ, બાધ થયેલ હોય તેની સ્મૃતિ, તેનું બહુમાનપણું, તેની ભાવના, તેણે આપેલા સ્મરણનું હરતાં ફરતાં, બેસતાં, ઊઠતાં વિસ્મરણ ન થાય તેમ વર્તવાની તત્પરતા, જિજ્ઞાસા, ભાવના રાખે તથા અમુક કાળ દિવસના જાગ્રત કાળમાંથી કાઢી લઈ તેમાં
પુરુષની વાણુને વિચાર સ્મરણ ભાવના નિયમિતપણે કરે. જીવ જે પ્રમાદમાં આ મનુષ્યભવ ખેઈ બેસશે તે પછી પસ્તા થશે. ધન, કીર્તિ કે ધંધા અર્થે જીવે ઘણાં કષ્ટો વેઠ્યાં છે, હજી તેને માટે આથડે છે; પણ તેથી કંઈ આત્માનું કલ્યાણ થયું નથી. માથે મરણ ભમે છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને ભજે છે? તે વિચારવા યોગ્ય છે. ધર્મ એક સારી વસ્તુ છે. આત્મસ્વભાવ તે ધર્મ છે અને તે જ્ઞાની પુરુષે જાણે છે. હું કંઈ જાણતા નથી પણ જેણે યથાર્થ આત્મા જાણે છે, આત્મારૂપ જે હતા, તે પરમકૃપાળુદેવનું મને શરણું છે. તેની શ્રદ્ધાએ તેના કહેવાથી આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે એ છપદની મને શ્રદ્ધા છે એ જ મારે ભાવવા યોગ્ય છે, એ લક્ષ કર્તવ્ય છે.
પ૭
અગાસ, તા. ૨૧-૮-૩૨ આપને પત્ર આવ્યા. તે પરમ પૂજ્ય ભાવદયાસાગર પ્રભુશ્રીજીને વંચાવ્યો છેજ. તેઓશ્રીજીએ જણાવ્યું છે કે પર્વાધિરાજ પર્યુષણ ઉપર જે ધર્મધ્યાન ભક્તિભજન આદિ યથાશક્તિ કરવા વિચાર હોય તેમાં પ્રતિબંધ નથી.
પૂ. મુનિદેવ શ્રી મેહનલાલજીની શરીરપ્રકૃતિ બહુ ગંભીર જોખમભરી થઈ ગઈ છે. પરંતુ સદ્ગુરુ શરણે યથાશક્તિ સમભાવે વેદવાનું કરે છે. સ્મરણ, ભક્તિભજન વગેરે સારાં નિમિત્તોની વચમાં રહેવાનું હોવાથી તથા પરમકૃપાળુદેવની કૃપાથી આખી જિંદગી સદુધર્મની ઉપાસના કરેલી હોવાથી તેમનું કલ્યાણ જ છે. સમ્યદષ્ટિ જીવને મૃત્યુ મહત્સવરૂપ લાગે છે. ત્રણે લેક ત્રિવિધ તાપથી બળી રહ્યા છે તેમાં સમ્યદૃષ્ટિ છે જ પરમશીતલતામય આત્મિક શાંતિ અનુભવતા હોવાથી સુખી છે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮ અગાસ, ભાદરવા સુદ ૧૧, શનિ, ૧૯૮૮ खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सव्व भूएसु, वेरं मज्झं न केणई ॥ અત્રે પર્યુષણ પર્વનું સદ્દગુરુકૃપાએ રૂડી રીતે પૂજા-પ્રભાવના, ભક્તિભાવ, તપ-વ્રતાદિથી નિર્વિઘે આરાધન થયું છે જી. પાંચ-સાતસે મુમુક્ષુ ભાઈબહેનેને સમુદાય મળે તેજી.
ભાદરવા સુદ ૬ને દિવસે પૂ. મુનિદેવ શ્રી મેહનલાલજીની તબિયતમાં એકાએક ફેરફાર જણાયે અને બપોરે સાડા અગિયાર વાગ્યે તેઓ કાળધર્મ પામ્યા. પ. પૂ. પ્રભુશ્રીજીની શુભ શીતલતામય છાયામાં તેમણે દેહત્યાગ કર્યો એ મહાપુણ્યનું ફળ છે. જેમણે પરમ