SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ બાધાકૃત કૃપાળુદેવનાં સાક્ષાત દર્શન કરેલાં, પ્રત્યક્ષ પુરુષને બે સાંભળેલ અને દઢ શ્રદ્ધારૂપ સમ્યકત્વ પામેલા એવા તે પૂ. મુનિદેવશ્રી આખી જિંદગી પ. પૂ. પ્રભુશ્રીજીના સહવાસમાં આજ્ઞાંકિતપણે ગાળી અપૂર્વ કમાણી ઉપાર્જન કરી દેવગતિ પામ્યા છે. તેમના વિયોગથી આશ્રમમાં બધે ખેદ અને શેકનું વાતાવરણ થઈ રહ્યું છેજી. તેમની ક્ષમા, સહનશીલતા, પરમ વિનય, આજ્ઞાંકિતપણું, પરમપુરુષની દઢ શ્રદ્ધા અને ભક્તિ વારંવાર યાદ આવી તેમના વિયેગનું સ્મરણ તાજું રાખે છે. સર્વ મુમુક્ષુછ પ્રત્યે તેમને વાત્સલ્યભાવ અને બેધનું ઉપકારીપણું વીસરાય તેવું નથી. તેમની સર્વ સંઘને ન પુરાય તેવી ખોટ પડી છે. આવા પ્રસંગે જીવ નજરે જુએ છે છતાં આ ‘અનિત્ય જીવનમાંથી મોહ ઘટતું નથી, પિતાની અશરણુ નિરાધાર સ્થિતિને વિચાર પણ આવતો નથી, જન્મજરામરણને ત્રાસ આવતું નથી એ મોટું આશ્ચર્ય છે. એટલે જીવ આવ્યો છે અને આ સ્વપ્ન જેવા સંસારની સર્વે વસ્તુઓ અહીં જ પડી મૂકી સર્વ કામધંધા અધૂરા મૂકી એકલો ખાલી હાથે પરભવમાં જનાર છે, તેને વિચાર હજી હૃદયને જાગ્રત કરતું નથી. જે જે વસ્તુઓ ઉપર આધાર રાખીને જીવ જીવે છે તે સર્વ નાશવંત છે, પારકી ચેરી લીધેલી ચીજો છે તે મૂક્યા વિના છૂટકો નથી. જેને માટે જીવ અનેક પ્રકારનાં પાપ કરીને પણ આ દુર્લભ મનુષ્યભવને કાળ વ્યર્થ વહી જવા દે છે એ આ દેહ અને દેહના સંબંધીઓ તે પણ "આપણું થવાના નથી, કેઈ આપણા આત્માને હિતકારી નથી. અશુચિમય અને મળમૂત્ર તથા રેગની મૂર્તિ જેવા આ દેહની ગર્ભથી અત્યાર સુધી સેવા કરી છતાં તે વિશ્વાસઘાતી મિત્રની પેઠે આખર દગો દેનાર છે. તેના ઉપરને મેહ જીવને પિતાને વિચાર કરવા દેતું નથી પણ આસવનાં કારણે મેળવી નવા કેદખાન રૂપી બીજા દેહ ઊભા થાય તેવાં કર્મ બંધાવે છે. તેને વિચાર કરી સદ્દગુરુની કૃપાએ સમ્યકત્વ પામવાની હવે નિરંતર ભાવના કર્તવ્ય છેછે. કારણ કે સમ્યક્ત્વ સિવાય સંવર સંભવે નહીં અને સંવર વિના નિર્જરા સાચી રીતે થાય નહીં તથા લેકત્યાગ બને નહીં, તેથી સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ માટે પરમકૃપાળુ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પર અચળ શ્રદ્ધા, તેમની અપૂર્વ વાણી પ્રત્યે ઉલ્લાસભાવ અને પરમ પ્રેમ તે દુર્લભ સમ્માધિનું કારણ છે. આ સંક્ષેપમાં જણાવેલ બાર ભાવનાઓ ઊંડા વિચારથી વારંવાર આપણે સર્વેએ ભાવવા ગ્ય છે. પરમકૃપાળુદેવે બાર ભાવનાઓને બોધ પ્રથમ પિતાની હયાતીમાં ભાવનાબેધરૂપે પ્રસિદ્ધ કરેલ છે તે મોટા વચનામૃતમાં પણ છે. દષ્ટાંતે સહિત હેવાથી આપણું જેવા બાળ જીવોને બહુ હિતકારી છે. તે વારંવાર વિચારી સત્સંગ બોધનું સેવન કરતા રહેવા વિનંતી છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ નવસારી, વૈશાખ વદ ૪, શનિ, ૧૯૮૯ અનંત કૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલ મંત્ર આ કલિકાલમાં આપણને સંતની કૃપાથી મળે છે તે આપણું મહાભાગ્ય છે. જેમ કેઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કઈ સાંકળ કે દેરડું આવી જાય તે તે ડૂબી જતું નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુધી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy