________________
બેધામૃત
૫૫ અગાસ, અષાડ વદ ૮, મંગળ, ૧૯૮૮ પરમકૃપાળુની કૃપા, સંતચરણની છાંય;
અપૂર્વ બેધ વિરાગતા, તારે ગ્રહી અમ બાહ્ય. હે પ્રભુ! આ દુષમ કળિકાળમાં સર્વત્ર દુઃખ જ દષ્ટિગોચર થાય છે છતાં આ જીવને વૈરાગ્ય નિરંતર રહેતું નથી એ જ યોગ્યતાની ખામી છે. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં કરવાગ્યે આ જીવે કંઈ કર્યું નથી. એક પરમકૃપાળુદેવનું સાચા અંતઃકરણથી શરણ ગ્રહણ કરવા યોગ્ય છેજી. પછી પ્રારબ્ધવશાત્ ગમે ત્યાં કાળ જાય પણ તેના શરણમાં બુદ્ધિ હોય તે વિયેગમાં પણ કેઈનું વિશેષ કલ્યાણ થાય છે. પરમકૃપાળુદેવે વિયેગ અને વિરહ દ્વારા પ. પૂ. પ્રભુશ્રીજીને પરિપક્વ દશા પ્રાપ્ત કરાવી છે. માટે ધીરજ રાખી વિશેષ પુરુષાર્થ ફેરવી ધર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવે આ કળિકાળમાં અમૃત વરસાવે તેવા વચનેને વારસો આપણને આપ્યા છે. તેના ગહન અર્થ સમજવા જેટલા ઉપશમ વૈરાગ્યનું બળ આપણામાં નથી, છતાં અમૃત અમૃતનું કામ કર્યા વિના રહે નહીં. તેને સમજવા માટે, તેમાં જણાવેલી આજ્ઞાઓ ઉઠાવવાના ભાવ કરવા માટે જેટલો કાળ ગળાશે તે લેખાને છે, તે કલ્યાણકારી છે.
અગાસ, તા. ૫-૮-૩૨ પરમશાંતિપથપ્રદર્શક, અખિલભૂમંડળભૂષણ શ્રી સનાતન જૈન તીર્થસ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ ક્ષેત્રથી લિ. પુરુષના ચરણકમલની સેવાને ઈરછક દાસાનુદાસ બાલ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે.
પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજની તબિયત બે માસથી નરમ રહેતી પણ હમણાં દશેક દિવસથી વધારે ગંભીર જોખમભરી થઈ ગઈ છે. ઘણું ઉપચાર કર્યા છતાં કોઈ દવાથી હાંફનું દરદ તથા પેટનું દરદ ઓછું થતું નથી. દિવસે દિવસે દરદમાં વધારો થતું જાય છે પણ શુદ્ધિ જાગૃતિ સારી છે. સમતા, સહનશીલતા અને ઉપશમમાં વર્તવું થાય છે. પરમકૃપાળુદેવને પ્રત્યક્ષ સમાગમ જેને થયે છે, તે સજીવન મૂર્તિને સાક્ષાત બોધ શ્રવણ કર્યો છે, મનન કર્યો છે અને તેની જ ભાવના-રૂચિ રહ્યા કરે છે તેને બહાર ગમે તેટલે વેદના-પરિષહ સહન કરવો પડે, પણ જે પ્રજ્ઞા-સમજણ છે તે તે વખતે હાજર જ છે. જે પાપ વગેરે ખોટાં કામ થયાં હોય તેનું ફળ થાય, તે સત્પરુષ અને તેનાં વચનની ઉપાસના કરી હોય તે કેમ નિષ્ફળ હેય? જેને અભ્યાસ પાડી મૂકી હોય તે વારંવાર યાદ આવે, તેમ આત્મકલ્યાણ અર્થે જેણે આયુષ્ય ગાળ્યું હોય તેને આત્મા ગમે તેટલી વેદનામાં પણ ભુલાય નહીં. પ્રત્યક્ષ પુરુષ ઉપરની શ્રદ્ધા અને તેનું ગબળ અપૂર્વ કલ્યાણ કરે છે. પૂ. મુનિદેવ શ્રી મેહનલાલજીએ સર્વ સંઘને ખમાવેલ છેજી. હાલ તીવ્ર વેદનામાં પણ તેમના ભાવ બહુ સારા વર્તે છે એમ પ. પૂ. પ્રભુશ્રીજીના કહેવાથી જાણ્યું છે. તથા શુદ્ધ ઉપગર, નિઃશંકતા”, “પરમકૃપાળુદેવ તમારું શરણ છે એવા શબ્દોના ઉચ્ચારથી પણ સારી જાગૃતિ અંતરમાં જણાય છે.