SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના (દ્વિતીયાવૃત્તિ) “શ્રી રાજચંદ્ર પ્રભુચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મેક્ષમાર્ગ ભુલાયે, અવિરેધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો.” પ્રજ્ઞાબેધ” પુષ્પ ૭૬ – “મોક્ષમાર્ગની અવિધતા' પ્રસ્તુત ગ્રંથના કર્તાપુરુષ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી (સ્વ. ગેવર્ધનદાસજી કાળિદાસ પટેલ) છે. તેઓશ્રી ૩૫ વર્ષની ઉંમરે સંવત ૧૯૮૦ થી કુટુંબાદિ સર્વ લૌકિક સંગને ત્યાગ કરીને એકમાત્ર આત્મકલ્યાણ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આજ્ઞામાં જીવનપર્યત રહ્યા હતા. “આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.” (૧૪૭) “જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.” (૨૦૦) પરમકૃપાળુદેવના આ વચનામૃતેને જાણે ચરિતાર્થ કરતા હોય તેમ પૂ. શ્રી બ્રહ્મચારીજીનું જીવન સપુરુષની આજ્ઞા અને ભક્તિના અવતાર સમું બન્યું હતું. પરમકૃપાળુદેવ જાણે તેમના રોમેરેામમાં વસ્યા હોય તેમ તેમનાં આચરણ, વચન અને લેખન ઉપરથી ફલિત થતું હતું. તેઓશ્રીનું આત્મનિષ્ઠ આધ્યાત્મિક જીવન અને સરળ સુરુચિકર સસાહિત્યસર્જન, મધ્યસ્થતાથી અવલોકન કરનારને પણ પ્રભાવ પાડડ્યા વિના રહેશે નહીં? “બીજું કંઈ શોધ મા, શાણું ! ખરા પુરુષને શોધી, ચરણકમળે બધા ભાવે સમર્પ, પામ લે બેધિ, પછી જે મેક્ષ ના પામે, અમારે આપ એવું, ઉતાર્યો માનજે વીમે, કહ્યું છે જ્ઞાનએ કેવું !' પ્રજ્ઞાવધ’ પુષ્પ ૯૧ – દર્શનસ્તુતિ પરમકૃપાળુદેવનાં વચનામૃતને તેમણે કરેલે આ ભાવપદ્યાનુવાદ જાણે તેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયે હતે. માત્ર એક સપુરુષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને આશ્રયે તેમના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી વર્તવાથી આત્મદશા કેટલી ઉન્નત થઈ શકે છે તેના તેઓ જીવંત પ્રતીક અને મૂર્તિમંત આદર્શ હતા. પરમકૃપાળુદેવનાં વચનામૃત વિશેષતઃ સૂત્રાત્મક શૈલીથી ગૂ થાયેલાં સિદ્ધાંતવાક્યો છે. તે સામાન્ય મુમુક્ષુથી પચાવવાં કઠિન છે. પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના પાદમૂળમાં ૧૨ વર્ષ અહોરાત્ર આજ્ઞાંકિતપણે રહી અવિરત અને ઉત્કટ સન્દુરુષાર્થ કરી તે લબ્ધિવચનને પચાવવાની યોગ્યતા પ્રાપ્ત કરી તેને પિતાના જીવનમાં ચરિતાર્થ કર્યા “વારિ હજુ ધ' (‘અવરનવાર) નાથા ૭) ચારિત્ર જ ખરે ધર્મ છે. સાચું સાંભળી, જાણું અને સમજી, જેટલે અંશે જીવનમાં તેનું પરિણમન થાય તેટલે અંશે ધર્મનું પ્રગટપણું કહેવા ગ્ય છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy