________________
પ્રેરણાદાયી પ્રયોગવીર એવા પૂ. શ્રી બ્રહ્મચારીજીમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ પિતાની જ્ઞાનદષ્ટિથી, ધર્મનું ઉત્તરદાયિત્વ સંભાળવાની તેમ જ માર્ગ પ્રવર્તાવવાની સર્વાશે યોગ્યતા જોઈ તેમને સંવત ૧૯૯૨ માં “ધર્મ'ની સેંપણી કરી – “મંત્ર આપ, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવા. તને ધર્મ સંપું છું.” (શ્રી બ્રહ્મચારીજીની ડાયરી).
સંવત ૧૯૯૨ માં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને દેહોત્સર્ગ થયે. તે પછી તેઓશ્રીના વિરહમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીને આત્મ-પુરુષાર્થ ઉત્તરોત્તર વધતું ચાલ્યું અને તદનુસાર આત્મદશા વર્ધમાન થતી ગઈ. સંવત ૧૯૯૩ના જયેષ્ઠ વદ છઠને દિને આત્માનુભવરૂપ જાગ્રત ભાવ જણાયાનું અને અજ્ઞાનરૂપી અંધકાર વિલય થયાનું તેઓ સ્વરચિત ધર્મ રાત્રિ' કાવ્યમાં નોંધે છે –
યાત્રાની અંતિમ રાત્રિએ, જાગ્રતભાવ જણાયે રે,
માંગલિક શુભ અધ્યવસાયે, અંધકાર ગમા રે.” પછી તે સંવત ૧૯૬ના વૈશાખ વદ નવમીને દિને પરાભક્તિની છેવટની હદરૂપ પરમાત્મામાં અભેદતા થઈ તેનું તાદશ વર્ણન આ પંક્તિમાં મળે છે –
આજ ઊગ્ય અનુપમ દિન મારે, તત્વપ્રકાશ વિકાસે રે;
સદ્દગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે.” ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના વિદ્યમાનપણામાં તેઓશ્રીજી ઉપર મુમુક્ષુઓના સજિજ્ઞાસુવૃત્તિથી લખેલા પત્રોના ઉત્તર પૂ. શ્રી બ્રહ્મચારીજી તેઓશ્રીજીની આજ્ઞા અને સૂચના પ્રમાણે લખતા. મુમુક્ષુઓને પત્રોત્તર લખવાની એ સ્વપર-હિતકારી પ્રણાલી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના દેહત્સર્ગ પછી પણ ચાલુ રાખી. પૂ. શ્રી બ્રહ્મચારીજીના દેહાંત પછી શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળે, તેઓશ્રીના મુમુક્ષુઓ પર લખાયેલા એ પત્રોને એકત્રિત કરવાનું કામ આરંભ્ય. સંભવિત સર્વ મુમુક્ષુઓને ટપાલ દ્વારા કે અન્ય રીતે જણાવીને તેમના પર લખાયેલા પૂ. શ્રી બ્રહ્મચારીજીના મૂળ પત્રો, ઉતારે કરવા માટે મોકલવાની વિનંતી કરવામાં આવી. મુમુક્ષુઓને પ્રતિભાવ પણ ઉલ્લાસજનક અને પ્રત્સાહક હતે. લગભગ બારસ પત્રો આ રીતે ઉપલબ્ધ થઈ શકયા, જેના મંડળ દ્વારા અને વ્યક્તિગત રીતે ત્રણ જુદા જુદા ઉતારા કરવામાં આવ્યા. ત્યાર બાદ, સંજોગવશાત્ ઠેઠ સંવત ૨૦૨૫ માં, એકત્રિત કરાયેલા પત્રોમાંથી ૪૩૨ પત્રોનું સંપાદન કરવામાં આવ્યું અને બધામૃત ભાગ-૩ (પત્રસુધા) રૂપે ગ્રંથાકારે તેનું પ્રથમ પ્રકાશન થયું.
થોડાં વર્ષ પહેલાં પ્રથમવૃત્તિની પ્રત અલ્પ સંખ્યામાં શેષ રહી હોવાથી તેને પુનર્મુદ્રણની આવશ્યકતા ઉપસ્થિત થઈ. આ વખતે એમ લાગ્યું કે પ્રથમવૃત્તિ ઉપરથી સીધું પુનર્મુદ્રણ નહીં કરતાં સર્વ સંકલિત પત્રોનું સૂક્ષમ અવકન કરી પુનઃ સંશોધન અને સંપાદન કરવું કે જેથી પ્રથમવૃત્તિ વખતે નહીં છપાયેલ છતાં મુમુક્ષુઓને વિશેષ હિતકારી અને વિવિધ રીતે આત્મારાધનામાં માર્ગ દર્શક પત્રો પણ સતજિજ્ઞાસુઓને ઉપલબ્ધ થઈ શકે. તદનુસાર,