SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓએ મંડળને સુપરત કરેલાં મૂળ પાત્રોની વ્યવસ્થિત ફાઈલો તૈયાર કરવામાં આવી. અગાઉ કરેલા પત્રોના જુદા જુદા ઉતારાઓ અરસપરસ મેળવી લેવામાં આવ્યા. તે ઉપરથી આ ગ્રંથને લગતી સર્વ ઉપલબ્ધ સાહિત્યસામગ્રીનું બને તેટલું સૂક્ષમ અવકન અને પુનઃ સંશોધન કરતાં ૧૦૨૫ પત્રો પ્રસિદ્ધિગ્ય જણાયા, જે આ દ્વિતીયાવૃત્તિમાં ગ્રંથારૂઢ થતાં એક અતિ ઉપયોગી અને સમૃદ્ધ માર્ગ દર્શક ગ્રંથ પરમકૃપાળુદેવના આશ્રિત મુમુક્ષુઓને ઉપલબ્ધ થવા પામે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે શ્રદ્ધાવંત અને તેમના આશ્રયે આત્મકલ્યાણ ઈચ્છક મુમુક્ષુઓ, ધર્મારાધન આડે આવતી એવી વ્યાવહારિક મુશ્કેલીઓ (Practical Difficulties) વિષે અને સાંસારિક પરિબળે જ્યારે વિશેષ અસર કરી જાય તેવા મૂંઝવણના પ્રસંગે કે સપુરુષાર્થની વૃદ્ધિને અથે પૂ. શ્રી બ્રહ્મચારીજી સાથે જિજ્ઞાસુવૃત્તિથી પત્રવ્યવહાર કરતા, તેના ઉત્તરરૂપે પૂ. શ્રી બ્રહ્મચારીજી તેમને એક પરમકૃપાળુદેવ ઉપર દષ્ટિ કરાવી યોગ્ય માર્ગ - દર્શન આપતા. આજે આપણે હીનપુણ્યવશાત્ એવા કોઈ માર્ગ દર્શક પુરુષ વિદ્યમાન નહીં હોવાથી, તેમના અક્ષરદેહરૂપ વચને જ એકમાત્ર આધારરૂપ છે. પરમકૃપાળુદેવે પ્રબોધેલ સધર્મની આરાધના માટે યોગ્ય જીવનઘડતર કેવા પ્રકારે કરવું તેની પ્રેરણા, અને તે કઈ રીતે પ્રાપ્ત કરવું તેની રહસ્યભૂત કૂચી આ અનુભવસિદ્ધ વચનેમાંથી સજિજ્ઞાસુઓને અવશ્ય પ્રાપ્ત થવા યોગ્ય છે. આ આવૃત્તિ સંબંધી સામાન્ય વિગતઃ (૧) આ આવૃત્તિનું સંપાદન પ્રથમવૃત્તિથી સ્વતંત્ર રહીને નવેસરથી કરવામાં આવ્યું છે, તેથી પત્રોના આંક સ્વતંત્ર રીતે નવા આપવામાં આવ્યા છે. (૨) આ ગ્રંથમાં પ્રથમ પત્ર, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ તેમના વડીલ બંધુ સ્વ. શ્રી નરશીભાઈ ઉપર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આજીવન રહેવા માટેની અનુજ્ઞા મેળવવા લખે છે તે લેવામાં આવ્યું છે. વૈરાગ્યપૂર્ણ અને પરમાર્થ સાધવાના નિશ્ચયબળની દઢતા પ્રગટ કરતે એ પત્ર પરમાર્થ અધિકારીપણાની ગ્યતા પ્રાપ્ત કરવા માટે કઈ પણ સજિજ્ઞાસુને પ્રેરણારૂપ, મનનીય અને અનુકરણીય છે. પત્ર ક્રમાંક છે અને ત્રણ, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર તેઓશ્રીની આજ્ઞા સંપૂર્ણપણે પાળવા તેઓશ્રીના સાન્નિધ્યમાં રહેવાની શુભભાવના દર્શાવતા લખ્યા છે, તે લેવામાં આવ્યા છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પ્રત્યે તેમની દઢ શ્રદ્ધા અને અનન્ય ભક્તિ તેમ જ આત્મકલ્યાણની તેમની તાલાવેલી અને ઉત્કટ તૈયારીનાં દર્શન એ પત્રોમાં થાય છે. પત્ર ક્રમાંક ચારથી બાવીસ, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને પ્રત્યક્ષ સદ્દગુરુદેવ તરીકે ચિંતવીને તેમનું અનન્ય શરણું સ્વીકારી ભાવનારૂપે લખ્યા છે તે લેવામાં આવ્યા છે. પત્ર ક્રમાંક ૨૩ થી ૧૦૨૫, પૂ. શ્રી બ્રહ્મચારીજીએ મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રો છે તે મિતિ-અનુક્રમે લેવામાં આવ્યા છે. પ્રથમવૃત્તિમાં ઉપર પ્રમાણેના પત્રે જુદા જુદા ત્રણ સંગ્રહમાં વહેંચવામાં આવ્યા હતા, પણ આ આવૃત્તિમાં સળંગ અનુક્રમમાં જ લેવામાં આવ્યા છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy