________________
(૩) ગ્રંથપ્રકાશનની સાહિત્ય-સામગ્રી માટે મુખ્યત્વે પૂ. શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષરના મૂળ-પત્રો અને તેના અભાવે શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ (અનુયાયી) મંડળ તરફથી કરાવવામાં આવેલ પત્રોને ઉતારો તેમજ અન્ય બે વ્યક્તિગત ઉતારાઓને આધાર લેવામાં આવ્યું છે.
(૪) આ આવૃત્તિમાં, ઉપલબ્ધ બધા જ પત્રો સર્વાગે નીચેના અપવાદ રાખીને લેવામાં આવ્યા છે| અંગત અને વ્યાવહારિક પત્રો લેવામાં આવ્યા નથી તેમ જ એવા પ્રકારનું લખાણ
પ્રકાશિત પત્રોમાંથી કમી કરવામાં આવ્યું છે. | જે પત્રોમાં વિષયની પુનરુક્તિ જણાઈ છે એવા પત્રો ફરી વાર લેવામાં આવ્યા નથી,
તેમ જ પત્રોને મથાળે લખેલ પોની જ્યાં પુનરુક્તિ જણાઈ છે તે પડ્યો પણ
ઓછાં કરવામાં આવ્યાં છે. D ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનું “ઉપદેશામૃત” તેમજ પૂ. શ્રી બ્રહ્મચારીજી રચિત “પ્રજ્ઞાવ
બેધ” અને “પ્રવેશિકા’માંનાં અવતરણો ઓછાં કરવામાં આવ્યાં છે, કારણ કે પ્રસ્તુત ત્રણે ગ્રંથ પ્રકાશિત થયેલા છે અને હાલ ઉપલબ્ધ છે. કોઈક સ્થળે પત્રોના પૂર્વાપર સંબંધમાં એવાં અવતરણે ઉપયોગી જણાતાં આખું અવતરણ નહીં આપતાં તે તે ગ્રંથને સંદર્ભ (Reference) આપવામાં આવ્યું છે જેથી વાચક તે ગ્રંથમાંથી
આખું લખાણ સહેલાઈથી શોધીને વાંચી શકે. D પ્રથમવૃત્તિમાંના કેટલાક પત્રો જેમાં માત્ર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ (જે
ઉપદેશામૃત'માં છપાઈ ગયેલ છે) જ આવતું હોય, તેવા પત્રો સમૂળગા લેવામાં આવ્યા નથી, તેમ જ પ્રથમવૃત્તિમાં બેવડાઈ ગયેલ પત્રો કમી કરવામાં આવ્યા છે. D પત્રોની શરૂઆતમાં સામાન્ય શાતાપૃચ્છના, વંદનાદિ વ્યાવહારિક શિષ્ટાચારને
લગતું લખાણ લેવામાં આવ્યું નથી તેમ જ પરમકૃપાળુદેવ પ્રત્યે નમસ્કારનું લખાણ “અનન્ય શરણના આપનાર” નમૂના તરીકે અમુક પત્રોમાં લઈ, બાકી પત્રોમાંથી
કમી કરવામાં આવ્યું છે. D શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ માટે વિવિધ વિશેષણે “તીર્થક્ષેત્ર', “તીર્થશિરેમણિ,” વગેરે – લગભગ બધા જ પત્રોમાં લખાયેલા છે. નમૂના તરીકે એવા વિશેષણે સાથે અમુક પત્રો લઈ બાકીના પત્રોમાંથી એવાં વિશેષણવાળું લખાણ કમી કરવામાં
આવ્યું છે. D પર્યુષણ પર્વ અને માસી પાણીની આસપાસ લખાયેલા લગભગ બધા જ પત્રોમાં
ક્ષમાયાચનાનું લખાણ છે. એવા પત્રમાંથી નમૂના તરીકે અમુક પત્રોમાં ક્ષમાયાચનાને ભાગ કાયમ રાખી શેષ પત્રમાંથી એ ભાગ કમી કરવામાં આવ્યું છે, તે જ રીતે માત્ર ક્ષમાપનાને લગતા પત્રો થડા નમૂના તરીકે લઈ બાકીના લેવામાં
આવ્યા નથી. D પત્રોના મથાળે મિતિ કે તારીખ સાથે “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ'ના ઉલ્લેખ
માટે કેવળ “અગાસ” શબ્દ વાપરવામાં આવ્યું છે.