________________
પ્રકાશકનું નિવેદન
(દ્વિતીયાવૃત્તિ).
લગભગ ૧૩ વર્ષ પછી “બેધામૃત” ભાગ ૩ (પત્રસુધા)ની આ દ્વિતીય વિસ્તૃત આવૃત્તિ મુમુક્ષુઓના હસ્તકમળમાં મૂકતાં આનંદ થાય છે. પ્રથમવૃત્તિ કરતાં આમાં લગભગ ૬૦૦ પત્રે નવા ઉમેરવામાં આવ્યા છે અને ગ્રંથના અંતમાં વિવિધ પરિશિષ્ટ પણ આપવામાં આવ્યા છે કે જેથી સતુજિજ્ઞાસુઓ આ ગ્રંથને અભ્યાસ સુગમતાથી કરી શકે.
આ અત્યુપયોગી સંદર્ભગ્રંથ (Reference Volume) સૂક્ષ્મ સંશોધનપૂર્વક અને આટલા સુંદરકારે થોડા વખતમાં પ્રકાશિત થઈ શક્યો તેનું શ્રેય લગભગ સર્વ રીતે અગાસ આશ્રમ સ્થિત બા. બ્ર. ભાઈ શ્રી અશોકકુમાર જૈન B. Com.(Hons)ને ઘટે છે. આ ગ્રંથને લગતી સર્વે સાહિત્ય-સામગ્રી એકત્રિત કરી તેનું કાળજીપૂર્વક સંશોધન કરી અને પ્રેસ-કૉપી તૈયાર કરવાથી માંડીને ઠેઠ ગ્રંથ-છપાઈનાં વિવિધ અંગમાં તેમનું લગભગ એકલા હાથે નિષ્ઠાપૂર્વકનું કાર્ય જ આ ગ્રંથાવૃત્ત થવામાં કારણભૂત થયું છે. મહાપુરુષ પ્રત્યેની ભક્તિ અને તેમનાં વચને પ્રત્યેન અહેભાવનું આ ફળ છે.
છેલ્લે, ગ્રંથ-પ્રકાશન માટે જે મુમુક્ષુ ભાઈબહેને તરફથી આર્થિક મદદ મળી છે તેમની યાદી સાભાર અન્યત્ર આપવામાં આવી છે.
સપુરુષનું વચનબળ સર્વેને આત્મશ્રેયનું કારણ બને એ શુભેચ્છા સહ. , સૂરત,
લિ. સંતચરણસેવક ગુરુપૂર્ણિમા, સં. ૨૦૩૮
મનહરલાલ ગોરધનદાસ કડીવાળા