________________
A
પત્રસુધા સાધવાનું કે સમજવાનું કેવી રીતે બની શકશે? એ વિચાર જીવે કર્યો નથી. હડકાયું કૂતરું કે લૂંટારાને ભય હોય તે રસ્તે આપણે જવાનું માંડી વાળીએ છીએ, પણ આખે મનુષ્યભવ ગુમાવી બેસીએ તેવી પાણી લેવા જેવી મિથ્યા પ્રવૃત્તિમાં આ આયુષ્ય વહી જાય છે, તે વિચારી નકામી પ્રવૃત્તિ માંડી વાળતાં આપણને અધરું પડે છે, તેનું શું કારણ હશે ? તે વિચારે. સાચા સુખનું જીવને ભાન નથી.
૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૨-૧૨-૩૧ ન રમ, ન રમ બાહ્યાદિ પદાર્થ, રમ રમ મોક્ષપદે જ હિતાર્થે; આત્મકાર્ય જો તૂર્ત કરે તું, તે વર કેવળજ્ઞાન વરે તું. મૂક, મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ નિજ તૃષ્ણ રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડે, અંતરાત્મ પરમાત્મ ડે.
| (વૈરાગ્યમણિમાલા) વ્યવહારપ્રસંગથી જીવ ઘેરાયેલું છે અને જ્યાં સુધી નિમિત્તાધીન છે ત્યાં સુધી વ્યવહારનાં નિમિત્તમાં જીવ બંધની સામગ્રી એકઠી કર્યા કરે છે અને પુણ્ય વા પાપના પાશમાં ફસાય જાય છે. પરંતુ વિચારવાનો જીવ સંસાર અને સંસારના ફળથી ત્રાસ પામે છે તેથી સંસારથી મુક્ત થવાય તેવી સમજણ પ્રાપ્ત થવાનું સાધન જે સત્સંગ તથા સત્સંગે થતે બધ તેવાં ઉત્તમ નિમિત્ત તે પ્રાપ્ત કરતે રહે છે, તથા સત્સંગના વિયોગમાં તેની સ્મૃતિ, ઇચ્છા, ભાવના રાખ્યા કરે છે અને મૈત્રી, પ્રદ, કરુણા અને મધ્યસ્થતા આદિ ભાવનામાં પ્રવર્તી, ઈદ્રિયના વિષયોને સંકેચી, કષાયની મંદતા કરવાના પુરુષાર્થમાં વતી યોગ્યતા વધારવાની સપુરુષની આજ્ઞાને લક્ષ રાખ્યા કરે છે. - પૂને પત્ર લખે તે નિત્યનિયમ તરીકે વીસ દુહા, ક્ષમાપનાને પાઠ, મંત્રસ્મરણ આદિ જે સમાગમે જણાવ્યું હોય તે કાળજી રાખી આત્માની નેકરી ભરવા કર્યા કરે એમ જણાવશે. અત્યારે જે સુખરૂપ જણાય છે તે ધર્મનું ફળ છે. તે ભેગવતાં સદુધર્મ વૃદ્ધિ પામે અને ભુલાઈ જાય નહીં તે લક્ષ મુમુક્ષુ જીવે અવશ્ય સ્મરણમાં રાખવા ગ્ય છે.
૫૦.
પેટલાદ, તા. ૭-૪-૩૨ જે મુખપાઠ કર્યું છે તે નિત્ય નિયમિતપણે બેલવાને વિચારવાને વખત રાખી આગળ મુખપાઠ કરતા રહેવું તથા તેને અર્થ વિચારતા રહેવા ભલામણ છેજી. કહ્યું છે કે “વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળે સાર.” સપુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. એવા ગંભીર ઊંડા મર્મ જે રહ્યા છે તે જીવે વૈરાગ્ય ઉપશમાદિ વધારી ગ્યતા પ્રાપ્ત થયે સદ્દગુરુસમાગમે સમજવા યોગ્ય છે. મનુષ્યભવ પામીને સૌથી પ્રથમ કામ સમજુ જીવાત્માને કરવા લાયક એ છે કે કોઈ એક પુરુષને શોધી તેનાં ગમે તેવાં વચનેમાં શ્રદ્ધા રાખવી. પણ એ આપણે ધારીએ છીએ તેટલું સહેલું નથી. તે પણ જીવને એક આત્મકલ્યાણ સિવાય બીજી વાસના ન હોય તો તેવો જોગ બની