SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત (૪) શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાને નહીં જઉં. તે તે ચમારની દષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડીને વિષે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું એટલે જ્ઞાનમૂર્તિી શુદ્ધ ચૈતન્યને જઈશ, ગુરુગમે. (૫) ત્રણે કાળે એક સ્વરૂપે રહેનાર એવી જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને જડઅજીવમાં નહીં પરિણમું અર્થાત્ અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિ જ્ઞાનદર્શનમૂળ જીવનારો જીવે તે જ મારું સહજ સ્વરૂપ છે, એટલે એમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. ४७ - અગાસ, તા. ૩૦-૧૧-૩૧ આ જગતમાં બંધનનાં બે મુખ્ય કારણો પરમકૃપાળુદેવે જણાવ્યાં છે તે એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ છે. તે બન્નેને નિર્મુલ કરવા મુમુક્ષુ પુરુષાર્થ કરે છે જી. સ્વછંદને નિસ્લ કરવા સદ્દગુરુને વેગ જોઈએ. પ્રત્યક્ષ સદગુરુ યેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય.” એ લક્ષ સર્વ સાધનની પહેલાં રાખવા છેજી. સદ્દગુરુકૃપાથી જેને સ્વછંદ હાનિ પામે છે કે મંદ થયો છે તેને પ્રતિબંધ કેમે કરીને ટળવાયેગ્ય છે. સર્વને શ્રેષ્ઠ ઉપાય સત્સંગ છે, પણ તેમાં જે પ્રતિબંધ કરનાર અસત્સંગરૂપ દેહાદિ સંબંધી બંધન, સ્વજનકુટુંબાદિ બંધન, સંકલ્પ-વિકલ્પરૂપ બંધન આદિ બંધન જીવના પુરુષાર્થબળે ઘટવા કે ટળવા ગ્ય છેજી. ४८ અગાસ, તા. ૧-૧૨-૩૧ આપના પત્રની પાછળ જણાવેલું છે કે માખણ-ભક્ષણને દેષ સેવા છે, તે સંબંધી જણાવવાનું કે તે ઠીક થયું નથી. નજીવું જણાતું હોય પણ વ્રત લીધા પછી વ્રતભંગ થાય તે મોટે દોષ ગણાય છે. “વ્યવહારમાં જેમ સારા માણસના વચનની કિંમત હોય છે, તેમ ધર્મમાર્ગમાં પણ વ્રત એ પ્રતિજ્ઞા છે.” તેનું પાલન ચુસ્તપણે કરવા ચૂકવું નહીં. દેષ ફરીથી ન થાય તે લક્ષમાં રાખી અત્રે આ૫નું આવવું થાય ત્યારે તે થયેલે દેષ દૂર કરવા પ્રાયશ્ચિત્તની માગણી કરવાથી આપને ઉપાય રૂબરૂમાં જણાવવાનું પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે જી. આ મનુષ્યભવને રત્નચિંતામણિ જે જ્ઞાની પુરુષેએ કહ્યો છે, કારણ કે આ ભવમાં પિતાના દે દેખી તે દેને જીવ દૂર કરી શકે અને સર્વ દેષથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે. દેવે પણ સ્વર્ગમાં ઇન્દ્રિયસુખ અત્યંત હોવા છતાં મોક્ષની પ્રાપ્તિ કરવાની યેગ્યતા નહીં હોવાથી મનુષ્યભવ ક્યારે મળે એવી ઈચ્છા રાખ્યા કરે છે. એ દુર્લભ મનુષ્યભવ મળ્યા છતાં જીવ જે ધર્મસાધન કરવામાં પ્રમાદ કરશે, સત્ય ધર્મથી અજાણ્યા રહી જશે, તે ઢાર પશુના કે કીડી-મકેડીને શુદ્ર ભવમાં લખોરાસીને ફેરા ફરતાં ધર્મ ૧. જુઓ પત્રક ૧૯૬.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy