________________
પત્રસુધા તેની સદગતિ થઈ હતી, તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે તથા વેદનીય કર્મ તે જ્ઞાની કે અજ્ઞાની રાવને ભગવ્યા વિના છૂટકો નથી. વેદનીય સમભાવે સહન કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા સંભારી, દેહના દંડ દેહે ભોગવી છૂટવાની ભાવના રાખવાથી અકળામણ-મૂંઝવણ મોહથી થાય છે તે મટવા સંભવ છેછે. દેહથી વિપરીત સ્વભાવવાળો નિત્ય, અધ, અભેદ્ય, શાશ્વત આત્માનું ચિંતન જ્ઞાની પુરુષે વેદના વખતે વિશેષ વીર્ય ફેરવી કરે છે તે ગજસુકુમાર આદિ દાંતે સંભારી, તેમણે જે અખંડ નિશ્ચય રાખે છે તે જ કર્યો છૂટકો છે એ જ વિનંતી. સદ્દગુરુ શરણે સર્વ સારું થશે, એ જ.
8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૫
અગાસ, ભાદરવા વદ ૫, ૧૯૮૭ આ મનુષ્યભવરૂપી મહાસમૃદ્ધિ આ જીવ પામે છે તેને સદુપયોગ થાય તે જીવ અપૂર્વતાને પામે, પણ તેની મહત્તા જોઈએ તેવી સમજાઈ નથી. મુખથી માત્ર કહીએ છીએ કે મનુષ્યપણું ભગવંતે દુર્લભ કહ્યું છે, પણ તે અંતરમાં ઊતરે તે તે રિદ્ધિ લૂંટાતી જાય છે તે જાણીને જીવને ઝંપ-નિરાંત ન વળે. જેટલી કાળજી જીવ નશ્વર, અસાર, માયિક ભોગને માટે રાખે છે તેને અ૯૫ અંશ પણ આ આત્માના હિતને માટે રાખતા નથી. બાહ્ય પદાર્થો, સગાં અને વૈભવ સાંભરે છે તેના સમા ભાગ જેટલી પણ આત્માની સ્મૃતિ થતી નથી. તેની ભવાંતરમાં શી ગતિ થશે તેની ચિંતા હજી જીવને જાગી જ નથી. એક મહાપુરુષે કહ્યું છે કે આ મનુષ્યદેહ તે સળેલા સાંઠા જેવો છે. તેને ચૂસવાથી રસ કે સ્વાદ નથી મળવાનાં, પણું તેમાં જે ગાંઠે છે તે જે વાવે તો સારી શેલડી થાય અને જે ચૂસવાના મેહમાં તે સાંઠા ફાડીને ફેંકી દે તે બીજ પણ બગડે ને મેં પણ બગડે છે, તેમ આ કળિકાળનાં અલ્પ આયુષ્ય ને અલ્પ સાધનોથી સુખ કરતાં જીવ દુઃખ વધારે ભોગવે છે તે ભોગેની ઈચ્છા તજી જીવ સપુરુષને શરણે ધર્મ બને તેટલે આરાધવા પુરુષાર્થ કરે તે જીવ મોક્ષના બીજરૂપ સમ્યકત્વની સામગ્રી પામી આ ભવને સફળ કરે એ લહાવ આ ભવમાં લઈ શકાય તેમ છે. માટે જેમ બને તેમ ધર્મભાવના વિશેષ જાગ્રત રાખી સત્સંગ સમાગમ કર્તવ્ય છેજી.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧–૯-૩૧ (૧) સનાતન ઉપયોગ એવો મારે શાશ્વતે ધર્મ મૂકીને હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું, અર્થાત્ જગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું.
(૨) સદ્દગુરુએ આપેલ અનંત દયાએ કરીને “સહજાભસ્વરૂપને મૂકીને ક્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલ આદિકને સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને એમાં હવે પછી ભરાઈશ નહીં અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને સહજાભસ્વરૂપમાં જ ત્રિકાળ વાસ કરીને રહીશ.
(૩) અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું કે મારું શાશ્વત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એ જે દેહ તેને સ્વસ્વરૂપ નહીં માનું,
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીએ લખાવેલ પત્ર. ૧. પાઠાન્તર-ભરમાઈશ