SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત અગાસ, તા. ૪-૭-૩૧ તન 38 સત્ પ્ર. અષાઢ વદ ૪, ૧૯૮૭ અહો ! વ ચાહે પરમપદ, તે ધીરજ ગુણ ધાર, રેગાદિક તે દેહાશ્રિત છે, કર્મ વિપાક વિચાર. જેને મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થઈ છે, પુરુષને સંગ થયે છે, મંત્ર આદિ સાધન પ્રાપ્ત થયાં છે તેને પણ આ કળિકાળમાં મોક્ષમાર્ગ પ્રવર્તતાં અનેક અંતરાય આડા ફરે છે. અનેક પ્રકારના રોગની પીડા, વૃદ્ધાવસ્થા, પ્રમાદ, વિષય, કષાય, કદાહ, અસત્સંગ અને મરણ આદિ ચેરે આ સંસારરૂપી ઝાડીમાં સંતાઈ રહ્યા છે. તે પિતાને અનુકૂળ નિમિત્તોની જ રાહ જોઈ રહ્યાં છે કે અમારી પાસે એ ક્યારે આવે કે એને અગતિમાં ગબડાવી દઈએ. આ મહાભયંકર સંસાર છે તેથી વિચારવાન પુરુષે ત્રાસ પામ્યા છે. તેથી સત્પરુષરૂપ વળાવો –નેતા અને તેની અમેઘ વાણીરૂપ શસ્ત્રને આશ્રય લઈ શીવ્ર તેને પાર પામવા પુરુષાર્થ કર્યા કરે છે. આપ સમજુ છે. અનેક મહાપુરુષ જેના વચનબળે ભવસાગર તરી ગયા છે અને તરી જશે તેવા પરમપુરુષ આપ્ત ભગવાને બતાવેલા નિર્ગથ માર્ગને અમને તમને સદાય આશ્રય રહો. “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આ વચને પરમકૃપાળુદેવે આખર વખતે યાદ રાખવા એક મુમુક્ષુભાઈને પરમ કરુણા કરીને જણાવ્યાં છે તે આપણને પણ અત્યંત ઉપયોગી છે. સમયે સમયે જીવ મરી જ રહ્યો છે તે જીવની વૃત્તિ એ વચનના આશયમાં જેટલી જાય તેટલી સમાધિમરણની જ તૈયારી છે. બાકી તે કંઈ ને કંઈ શાતા-અશાતા વેદતા જીવ આ લેકની અલ્પ પણ સુખેચ્છા રાખે છે ત્યાં સુધી આર્તરૌદ્રધ્યાનરૂપી દુર્ગાનની જ પરંપરા પિળે જાય છે. દેહને વેદનાની મૂર્તિ ગણી, વેદનાને દેહને ધર્મ અને પૂર્વનાં કર્મનું ફળ જાણ સમતાભાવે ખમી ખૂંદવાને જેટલે અભ્યાસ પડશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. બાંધેલાં કર્મ ખપાવવાનો, નિર્જરા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાને અવસર જાણી વિશેષ પુરુષાર્થ ફેરવી વેદનાના વખતે જીવે કઠણાઈ કેળવવી ઘટે છે. ભાવનાબેધમાં અનાથી મુનિ, મિરાજર્ષિ મૃગાપુત્ર, સનત્કુમાર ચક્રવર્તી વગેરે મહાપુરુષને અસહ્ય વેદના વેઠવી પડી છે. તે પણ આત્મા હતા પણ મેક્ષની ઇચ્છાવાળા હતા તે સમતા ધારણ કરી ગજસુકુમાર આદિ ક્ષે ગયા. તે હે જીવ! આ અલ્પ આયુષ્યમાં ગમે તે આવે તેથી વધારે વેદની આવે તે પણ સપુરુષને આશ્રયે સહન જ કરવી છે, પણ શારીરિક સુખ ઇચ્છવું નથી એ દઢ નિશ્ચય કર. ઇચ્છા એ જ દુઃખ છે એમ જીવને સમજાવી સ્મરણમાં રહેવું, ધર્મધ્યાનમાં કાળ ગાળ, આ લહાવ ફરી મળનાર નથી તે ચૂકવું નહીં. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, ભાદરવા વદ ૧, ૧૯૮૭ આપના ભાવ સત્સંગ સમાગમ અર્થે વર્તે છે તે સારું છે. તે જ કર્તવ્ય છે. નંદન મણિયારને જીવ દેડકે લશ્કરથી વટાઈ ગયું હતું પણ દર્શનની ભાવના રાખી હતી તે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy