SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ પત્રસુધા છે. એ ઉપાદષ્ટિને પાત્ર થવા જીવે કેમ વર્તવું ઘટે? અનીતિને માર્ગે ચાલનાર કદી પવિત્ર પુરુષની પાદષ્ટિ નહીં પામે! સાત વ્યસન, જુગાર, માંસ, દારૂ, ચેરી, વેશ્યાને સંગ, પરસ્ત્રીગમન, શિકાર મહાપાપમાં દોરનાર છે. તેમાં જ જેની વૃત્તિ રહેતી હોય તે તે ધર્મ શું આરાધી શકશે? પદારાગમન કરનાર નરકે જાય છે અને અસહ્ય દુઃખ ત્યાં ભેગવે છે. અલ્પકાળના કલ્પિત સુખમાં ફસાઈ જીવ મહા અનર્થ કરી નાખે છે, પછી પસ્તાવો થાય છે, રેગ થાય છે, નિર્ધન થાય છે અને એ અસ્થિર ચિત્તવાળા જીવો જે માનસિક દુઃખ ભોગવે છે તે તે અસહ્ય હોય છે. તેની ધર્મક્રિયામાં ધૂળ પડે છે, અપકીર્તિ થાય છે. માયા, કપટ, જૂઠ, હિંસા એ બધાં પાપ તેની પૂઠ પકડે છે અને અનંતકાળ સુધી જન્મજરામરણનાં દુઃખો ભગવતે જીવ ઘાંચીના બળદની પિઠે પરાધીનપણે પરિભ્રમણ કર્યા કરે છે. આ લેકમાં એવા લોકો ઘણું કરીને કમોતે મરે છે અને પરલોકમાં પીવાના પ્રહાર સહ્યા કરે છે. હે ભગવાન! દુશ્મનને પણ એવા પાપને રસ્તે ન મળે એમ સારા પુરુષ તે ઈચ્છે છે. સંદેશરના એક મુમુક્ષુ હતા. તેમને બેચાર દિવસ ઉપર કોઈ દુશમને આશ્રમ અને સંદેશરની વચમાં માર મારી મારી નાખ્યા. આમ અચાનક મૃત્યુ ક્યારે આપણને ઉપાડી જશે? તે કહેવાય નહીં. કરોડો રૂપિયા ખર્ચતાં પણ મનુષ્યભવ ન મળે. તે આમ જોતજોતામાં ચાલ્યા જાય છે અને ધર્મનાં કરવાના કાર્યમાં વિધ્ર આવી પડે છે. પણ અભાગિયો જીવ વિચાર નથી કે જ્યાં સુધી શરીર સારું છે, યુવાવસ્થા છે, ઇંદ્રિયે હાનિ પામી નથી ત્યાં સુધી ધર્મ આરાધી શકાશે. પછી વૃદ્ધાવસ્થામાં અનેક રોગ, અશક્તિ, પરાધીનતાને વશ પડશે ત્યારે શું બનવાનું છે? કે મરણ પામી કાગડા કૂતરાના કે નરકના હલકા અવતારમાં જીવ શું કરી શકવાને છે? માથે મરણું છે, જેમાં ઝેર છે, પગ મૂકતાં પાપ છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવાની પરમકૃપાળુદેવની સ્મૃતિ ભૂલી જવા એગ્ય નથી. જે જીવ પાપથી ડરતે નથી, જન્મજરામરણથી ત્રાસ પામતો નથી તે જે જે ક્રિયા ધર્મને નામે કરે છે તે બધા ઢગ જ છે. પુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા કરતા હોય અને તે જે સત્પરુષે આજ્ઞા કરી હોય તેથી ઊલટું ચાલતું હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીભ ઉપર પગ દઈ ચાલ્યા જાય છે એમ કહીએ તે ખોટું નથી. “આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ છે. તેનું ઉલ્લંઘન કરે અને ગમે તેટલા મેં કાલાવાલા કરે તે શા કામના? એવું વર્તનનું કાયરપણું પ્રગટ કરનારને પરમકૃપાળુદેવે કહ્યું છે કે – મરે બૂડીને નરે બાયલા ઢાંકણીમાં નાખીને નીર, આર્યકીર્તિને ઝાંખપ દીધી, એને બદ્દી તમને શિર.” આવાં કઠણ વચને મહાપુરુષે પથ્થર જેવા કઠણ હૈયાના જીને સન્માર્ગ ઉપર લાવવા કહે છે તેથી ખેડું નહીં લગાડતાં પિતાનાં પાપને પશ્ચાત્તાપ કરી ભૂલ્યા ત્યાંથી ફરી ગણે, જાગ્યા ત્યાંથી સવાર. અઘટિત કૃત્ય થયાં હોય તે શરમાઈને મન, વચન, કાયાના ગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.” (પુષ્પમાળા-૬) થયું તે ન થયું થનાર નથી. (અપૂર્ણ)
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy